સોના ચાંદીના ભાવમાં દરરોજ ફેરફાર જોવા મળે છે. ક્યારેક સોનાના ભાવમાં વધારો આવે છે તો ક્યારેક ઘટાડો. ગઇકાલની તુલનાએ આજે સોનાના ભાવમાં વધારો આવ્યો છે. દરેક શહેર મુજબ પણ સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે. ત્યારે 9 જુલાઇએ સોનાનો શું ભાવ છે. ચાંદીના પણ શું ભાવ છે આવો જાણીએ સોના ચાંદીનો લેટેસ્ટ ભાવ.


[[$googlead]]

સોનાનો ભાવ

બુધવારે ભારતમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. મંગળવારની તુલનાએ આજે 9 જુલાઇએ સોનાના ભાવ ઘટ્યા છે. આજે સોનાના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો થયો છે. સ્થાનિક બુલિયન માર્કેટમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 98100 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યુ છે. જ્યારે 22 કેરેટ ગોલ્ડ રેટ 90 હજાર પર ટ્રેડ કરી રહ્યું છે. સોનાના ભાવમાં ઘટાડાનું કારણ અમેરિકી ડોલર મજબૂત થયાનું છે. અમેરિકામાં વ્યાજદરોમાં વધારો થયો છે. સાથે જ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નવા ટેરિફ એટલે કે ઇમ્પોર્ટ રેટની ધમકી આપતા માર્કેટમાં બેચેની જોવા મળી રહી છે.

[[$alsoread]]

મેટ્રો શહેરોમાં શું છે ભાવ ?

શહેરનું નામ 24 કેરેટ સોનાનો દર 22 કેરેટ સોનાનો દર
અમદાવાદ 98,230 90,050
દિલ્હી 98,330 90,150
મુંબઇ 98,180 90,000
ચેન્નાઇ 98,180 90,000
કોલકાતા 98,180 90,000

ચાંદીનો શું છે ભાવ ?

એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 1,10,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. 

સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.

  • Follow us on: