જ્યારથી અમેરિકી રાષ્ટ્રપતિએ સોના પર ટેરિફ ન લગાડવાની જાહેરાત કરી ત્યારથી સોનાના ભાવ ઘટી રહ્યા છે. પરંતુ આજે સોના ચાંદીના ભાવમાં હલચલ જોવા મળી છે. દિલ્હી, અમદાવાદ, મુંબઇ જેવા મહાનગરોમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. ત્યારે આવો જાણીએ શું છે સોના-ચાંદીનો લેટેસ્ટ ભાવ.
આજે શું છે સોનાનો ભાવ?
bullions.co.in ના ડેટા અનુસાર, આજે સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાનો ભાવ 50 રૂપિયાના ઘટાડા સાથે 100,600 રૂપિયા પર છે. દેશની રાજધાની દિલ્હીમાં સોનાના ભાવની વાત કરીએ તો તેમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 50 રૂપિયાના ઘટાડા સાથે 100240 રૂપિયા પર છે. ચાંદીના ભાવમાં પણ 260 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.મુંબઈ અને લખનૌમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આજનો ચાંદીનો ભાવ
ચાંદીનો ભાવમાં 230 રૂપિયાનો ઘટાડો થયો છે. સપ્ટેમ્બર 2025 ની સમાપ્તિ તારીખ સાથે ચાંદીનો ભાવ પણ 0.21% ઘટીને રૂ. 1,15,990 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો.
મેટ્રો શહેરમાં શું છે સોના ચાંદીનો ભાવ ?
| શહેર | 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | રૂ. 1,01,560 | રૂ. 93,100 |
| દિલ્હી | રૂ. 1,01,660 | રૂ. 93,200 |
| મુંબઈ | રૂ. 1,01,510 | રૂ. 93,050 |
| ચેન્નાઈ | રૂ. 1,01,510 | રૂ. 93,050 |
| બેંગલુરુ | રૂ. 1,01,510 | રૂ. 93,050 |
22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.
કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ
સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.
આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે. લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું એ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહી છે.
