2025નું વર્ષ પૂરું થવાનું છે.  સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં ઝડપથી વધઘટ થઈ રહી છે. આજે 30 ડિસેમ્બરે સોનાના ભાવમાં ફેરફાર આવ્યો છે.  સોનાની વાત કરીએ તો સોનું ગઇકાલે 141000 પ્રતિ 10 ગ્રામ 24 કેરેટનો ભાવ હતો. ત્યારે હવે આજે ભાવમાં શું ફેરફાર આવ્યો છે તે વિશે જાણીએ. 

આજે સોનાનો ભાવ 

મંગળવારના ટ્રેડિંગ દિવસે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. જોકે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 ફેબ્રુઆરી, 2026ના રોજ એક્સપાયર થતા સોનાના વાયદામાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. MCX પર 5 ફેબ્રુઆરી, 2026ના રોજ એક્સપાયર થતા સોનાના વાયદા મંગળવારે 10 ગ્રામ દીઠ ₹136000 પર ખુલ્યા હતા. તેના છેલ્લા ટ્રેડિંગ દિવસે, MCX પર સોનું ₹134942 પર બંધ થયું હતું.

સોમવારે ચાંદીના ભાવમાં પણ નોંધપાત્ર વધઘટ જોવા મળી હતી. MCX પર 5 માર્ચે એક્સપાયર થતા ચાંદીમાં આજે આશરે ₹8000નો વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી પીળી અને સફેદ ધાતુઓના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. તેથી જો તમે આજે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે કોઈપણ નાણાકીય નુકસાન ટાળવા માટે તમારા શહેરના નવીનતમ ભાવ તપાસવા જોઈએ.

મોટા શહેરોમાં સોનાનો ભાવ (ગુડ રિટર્ન અનુસાર)

શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 
1,36,250 ₹124,900
બેંગ્લોર ₹1,36,200 ₹1,24,850
ચેન્નાઇ
₹1,37,460 ₹126,000
મુંબઇ ₹1,36,200 ₹124,850
દિલ્હી 
₹1,36,350 
₹125,500
કોલકાતા ₹1,36,200 ₹1,24,850
વડોદરા ₹1,36,250 ₹124,900

સોના-ચાંદીના ભાવમાં અવિતર તેજી ચાલુ નિષ્ણાતો માને છે કે વધતી ઔદ્યોગિક માંગ, ભૂ-રાજકીય તણાવ અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાનો સંભવિત પ્રભાવ ચાંદીના ભાવમાં ફાળો આપી રહ્યો છે. દરમિયાન, ચાંદીના ઉપ-ઉત્પાદનો, તાંબુ અને અન્ય ઔદ્યોગિક ધાતુઓના ભાવ પણ ચાંદીના ભાવ પર અસર કરી રહ્યા છે.