સોનાના ભાવમાં સતત વધારો ઘટાડો આવ્યા કરે છે. ક્યારેક ભાવ વધે છે તો ક્યારેક ભાવમાં ઘટાડો આવે છે. પરંતુ જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 દિવસની વાત કરીએ તો સોનાનો ભાવ 1,01,000 રૂપિયા હતો જે ઘટીને 98000 પર આવી ગયો છે. સોનામાં લગભગ 3500 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. ત્યારે આવો જાણીએ 28 જૂને શું છે સોનાનો ભાવ અને કેટલો થયો છે ઘટાડો ?


[[$googlead]]

સોનાનો આજનો ભાવ શું? 

28 જૂને સોનાનો ભાવ 550 રૂપિયા ઘટ્યો છે. બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાનો ભાવ 97500 અને 22 કેરેટ સોનાનો ભાવ 89300 રૂપિયા ચાલી રહ્યો છે. દેશમાં એક કિલો ચાંદીનો ભાવ 1,07,800રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે. 28 જૂનના રોજ સોના ચાંદીના ભાવ લાલ નિશાન પર કારોબાર કરી રહ્યા છે. મોટા શહેરોમાં સોનાનો ભાવ 98 હજારને આસપાસ જોવા મળી રહ્યો છે. ત્યારે આવો જાણીએ દેશના મેટ્રો શહેરમાં શું છે સોનાચાંદીનો ભાવ

[[$alsoread]]

મેટ્રો શહેરમાં શું છે સોનાનો ભાવ ?

શહેરનું નામ 24 કેરેટ સોનાનો દર 22 કેરેટ સોનાનો દર
અમદાવાદ 97,470 89,350
દિલ્હી 
97,570 89,350
મુંબઇ 97,420 89,300
ચેન્નાઇ 97,420 89,300
કોલકાતા 97,420 

89,300

શું છે ચાંદીનો ભાવ ?

આજે 28 જૂન 2025 ના રોજ ચાંદીનો ભાવ 1,07,800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલની સરખામણીમાં ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે.

  • Follow us on: