સોનાના ભાવમાં સતત ભાવમાં વધઘટ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી સોનાના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે જૂન મહિનાના છેલ્લા દિવસે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. એક અઠવાડિયાની વાત કરીએ તો સોનું 3300 રૂપિયા ઘટ્યુ છે. ત્યારે આવો જાણીએ શું છે સોના અને ચાંદીનો લેટેસ્ટ ભાવ


[[$googlead]]

સોનાનો આજનો ભાવ 

સોનાના ભાવમાં ઘટાડાનો દોર યથાવત છે. જો કે આજે સોનાનો ભાવમાં માત્ર 10 રૂપિયા જેવો નજીવો જ ઘટાડો થયો છે. બુલિયન માર્કેટમાં સોનું 10 ગ્રામ 24 કેરેટનો ભાવ 97500 રૂપિયા છે જયારે 22 કેરેટ સોનાનો ભાવ 89300 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે.

[[$alsoread]]

મેટ્રો શહેરમાં સોનાનો ભાવ


શહેરનું નામ 24 કેરેટ સોનાનો દર 22 કેરેટ સોનાનો દર
અમદાવાદ 97,310 89,200
દિલ્હી 97,560 89,440
મુંબઇ 97,410 89,240
ચેન્નાઇ 97,410 89,290
કોલકાતા 97,410 89,290


ચાંદીની કિંમત

ચાંદીનો ભાવ 30 જૂન 2025ના રોજ 1,07,700 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહ્યો છે. ગઇકાલની તુલનામાં સોનાના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો આવ્યો છે.

કેવી રીતે નક્કી થાય છે સોનાની કિંમત

ભારતમાં સોનાની કિંમત દરરોજ બદલાય છે. દુનિયાના બજારોમાં સોનાની કિંમત, ડોલર અને રૂપિયાના મૂલ્યમાં બદલાવ અને સરકાર દ્વારા લગાવેલો ટેક્સ વગેરેને આધારે નક્કી થાય છે. પરંતુ ભારતમાં સોનુ રોકાણ માટે જ નહી પણ આ પરંપરા, આસ્થા અને શુભતા સાથે પણ જોડાયેલુ છે. લગ્ન, દિવાળી અને ધનતેરસ જેવા ખાસ તહેવારો પર સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે. આ અવસર પર જ્યારે લોકો વધારે સોનું ખરીદે છે ત્યારે માગ વધવાથી કિંમતો પણ વધે છે.


  • Follow us on: