21 ઓક્ટોબરે સોનાના ભાવમાં ફેરફાર આવ્યો છે. ધનતેરસ અને દિવાળી બાદ મંગળવારે સોનાના ભાવમાં તેજી આવી છે. એમસીએક્સમાં કારોબાર આજે બંધ રહેવાથી સોનામાં કોઇ બદલાવ જોવા મળ્યો નથી જ્યારે ઘરેલુ સર્રાફા બજારમાં સોનાના ભાવની વાત કરીએ તો અહીં મજબૂતી જોવા મળી છે.
આજે સોનાનો ભાવ
દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ 132770 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે જે સોમવાર કરતા 208 રૂપિયા વધારે છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 121700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જે ગઇકાલની સરખામણીએ 190 રૂપિયા વધારે છે.
આજે ચાંદીનો ભાવ
દેશમાં ચાંદીના ભાવની વાત કરીએ તો, સર્રાફા બજારમાં નબળાઇ જોવા મળી. આજે સોમવારના મુકાબલે 2000 રૂપિયાનો ઘટાડો થયો છે. દેશમાં ચાંગીનો ભાવ 170000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.
મોટા શહેરોમાં શું છે સોનાનો ભાવ (ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | ₹1,32,820 | ₹121,750 |
| વડોદરા | ₹1,32,820 | ₹121,750 |
| ચેન્નાઇ | ₹132,880 | ₹121,800 |
| મુંબઇ | ₹132,770 | ₹121,700 |
| દિલ્હી | ₹132,920 | ₹121,850 |
કોલકાતા
| ₹132,770 | ₹121,700 |
| બેંગ્લોર | ₹132,770 | ₹121,700 |
22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
તહેવાર ટાણે સોનાની માગ વધી
ભારતમાં તહેવારોની મોસમ દરમિયાન ઘરેણાં ખરીદવાને એક પરંપરા માનવામાં આવે છે. કરવા ચોથથી ધનતેરસ અને દિવાળી સુધી સોના અને ચાંદીની માંગ વધે છે. આ જ કારણ છે કે ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન ભાવમાં વારંવાર વધારો થાય છે. વર્તમાન પરિસ્થિતિને જોતાં, એવો અંદાજ છે કે આ વર્ષે ધનતેરસ સુધીમાં સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. તેથી, જો તમે ખરીદીનું આયોજન કરી રહ્યા છો, તો વહેલા નિર્ણય લેવો ફાયદાકારક હોઈ શકે છે.
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.