તહેવારોની શરૂઆત થઇ રહી છે. પુષ્ય નક્ષત્ર આવશે. ત્યારબાદ ધનતેરસ આવશે. આ દિવસોમાં લોકો સોના ચાંદીની ખરીદી કરવાનો ખાસ આગ્રહ રાખે છે. પરંતુ આ વખતે સોનું ચાંદી ખરીદવુ કે નહીં, અને જો ખરીદવુ તો પછી કેવી રીતે ? કારણ કે સોના ચાંદીના ભાવ તો ઘટવાનું નામ જ નથી લઇ રહ્યા. દિવસ જાય તેમ સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે. ત્યારે 9 ઓક્ટોબરે સોનાના ભાવમાં શું છે ફેરફાર, આવો જાણીએ.
આજે સોનાનો ભાવ
સોનાના ભાવ સતત વધી રહ્યા છે. દિવાળી અને ધનતેરસ પહેલા પણ સોનાના ભાવમાં વધારો થયો છે. ગુરુવાર, 9 ઓક્ટોબરના રોજ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹124,000 ને વટાવી ગયો. તહેવારોની મોસમની અપેક્ષાએ લોકો સોનું ખરીદવાનું વિચારી રહ્યા છે. વધતા ભાવ તેમના ખિસ્સા પર નકારાત્મક અસર કરે તેવી શક્યતા છે. તહેવારોની મોસમ દરમિયાન સોનાના ભાવ સતત ત્રીજા દિવસે વધ્યા હતા. જે ₹2,600 વધીને ₹1,26,600 પ્રતિ 10 ગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા હતા. છેલ્લા ત્રણ દિવસમાં સોનાના ભાવ ₹6,000 વધ્યા છે.
આજે ચાંદીનો ભાવ
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે જ ચાંદીના ભાવ ₹3,000 થી વધુ ઉછળ્યા હતા. ગુરુવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ચાંદી ₹1,60,100 પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહી હતી. ચેન્નાઈમાં ચાંદીના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે. જે ₹1,70,100 પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયા છે. ગુડ રિટર્ન્સ મુજબ આજે ચાંદીના ભાવની વાત કરીએ તો, 1 કિલો ચાંદી 161000 રૂપિયે ટ્રેન્ડ થઇ રહ્યો છે.
મોટા શહેરોમાં સોનાનો ભાવ (ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | ₹124,200 | ₹113,850 |
| વડોદરા | ₹124,200 | ₹113,850 |
| ચેન્નાઇ | ₹124,370
| ₹114,000 |
| મુંબઇ | ₹124,150 | ₹113,800 |
| દિલ્હી | ₹124,300 | ₹113,950 |
| કોલકાતા | ₹124,150 | ₹113,800 |
| બેંગ્લોર | ₹124,150 | ₹113,800 |
22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
સોનું અને ચાંદી કેમ મોંઘા થઈ રહ્યા છે?
આંતરરાષ્ટ્રીય સ્તરે સોના અને ચાંદીના ભાવ યુએસ ડોલરમાં નક્કી થાય છે. તેથી, ડોલર-રૂપિયાના વિનિમય દરમાં ફેરફારની સીધી અસર આ ધાતુઓના ભાવ પર પડે છે. જો ડોલર વધે છે અથવા રૂપિયો નબળો પડે છે, તો ભારતમાં પણ સોનાના ભાવ વધે છે.
બીજું મુખ્ય કારણ રોકાણકારો અને કેન્દ્રીય બેંકો દ્વારા મજબૂત ખરીદી છે. એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs) માં રોકાણ સતત વધી રહ્યું છે, અને કેન્દ્રીય બેંકો પણ તેમના સોનાના ભંડારમાં વધારો કરી રહી છે. આ બંને પરિબળોએ સોના અને ચાંદીની માંગમાં વધારો કર્યો છે, જેના કારણે ભાવ નવા શિખરો પર પહોંચી ગયા છે.
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.