સોનાની કિંમતોમાં આજે પણ તેજી જોવા મળી રહી છે. જે છેલ્લા બે મહિનામાં ઉચ્ચ સ્તર પર પહોંચી ગઇ છે. સોનાની કિંમત 1,01,078 પર પહોંચી ગયો છે. 13 જૂને સોનાનો ભાવ એકલાખને 681 રૂપિયા હતા. મહત્વનું છે કે ઇઝરાયલ ઇરાન વચ્ચે ચાલી રહેલા તણાવને પગલે સોનાના ભાવ વધી ગયા છે. ડોલર ઇન્ડેક્સમાં નબળાઇનો પણ સપોર્ટ મળ્યો છે. આ અઠવાડિયે BoJ, US ફેડ દરો પર નિર્ણય લેશે,. ટેરિફ પર અનિશ્ચતતાનો પણ સપોર્ટ મળ્યો ચે. સેન્ટ્રલ બેંકોની ખરીદીને કારણે સોનાનો ભાવ વધ્યો છે.


[[$googlead]]

આજે સોનાની કિંમત

24 કેરેટ સોનાની કિંમત આજે 1,01,510 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 93,050 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ 76,140 પ્રતિ 10 ગ્રામ છે. ગુડ રિટર્ન્સના આંકડા મુજબ સોનાની કિંમત 1.01 લાખને આસપાસ છે.

[[$alsoread]]

એમસીએક્સ પર સોનાની કિંમત પર નજર કરીએ તો, એક અઠવાડિયામાં સોનામાં 3 ટકાનો વધારો થયો જ્યારે એક મહિનામાં 7 ટકાનો વધારો થયો છે. જ્યારે જાન્યુઆરીથી લઇને અત્યાર સુધી સોનાથી 30 ટકા જ્યારે એક વર્ષમાં સોનામાં 38 ટકાનો વધારો થયો છે.

આજે ચાંદીનો ભાવ 

ચાંદીના ભાવની વાત કરીએ તો આજે ચાંદી 1,09,900 રૂપિયે પ્રતિ કિલોગ્રામ પહોંચ્યુ છે. એટલે કે આજે સોનાના ભાવ 1 હજાર રૂપિયા સુધીનો વધારો થયો છે. નિષ્ણાંતો જણાવે છે કે દિવાળી સુધી ચાંદીનો ભાવ 1,20,000 સુધી પહોંચી શકે છે.

મહાનગરોમાં શું છે સોનાનો ભાવ ? 


શહેરનું નામ 22 કેરેટ સોનાનો દર 24 કેરેટ સોનાનો દર

અમદાવાદ 93,100 1,02,370
દિલ્હી 93,200 1,01,660
ચેન્નાઇ 93,050 1,01,510
કોલકાતા 93,050 1,01,510
મુંબઇ 93,050 1,01,510

સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.

  • Follow us on: