સોના ચાંદીના ભાવ દરેક વ્યક્તિ જાણવા માગે છે કારણ કે સોનું એ ભારતીય રિત રિવાજમાં અગત્યની વસ્તુ છે અને તેના ભાવમાં વધારો ઘટાડો થતો રહે છે. હવે લોકો રોકાણ માટે પણ સોનું ખરીદવા તરફ વળ્યા છે. તેવામાં સોનાના ભાવમાં રાહત મળે તો ખુશી થાય જ. ત્યારે 31 ઓક્ટોબરના રોજ પણ સોના ચાંદીના ભાવમાં ફેરફાર આવ્યો છે. આવો જાણીએ આજે કેટલા છે સોના ચાંદીનો લેટેસ્ટ રેટ
સોના ચાંદીનો આજનો ભાવ
આજે સોનાના ભાવની વાત કરીએ તો, ભારતના મલ્ટી કોમોડિટી કોમોડિટી એક્સચેન્જ પર સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનું ₹1,21,508 ના પાછલા બંધ દરથી 0.29% ઘટીને ₹1,21,148 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું. ચાંદીના ભાવ પણ 0.47% ઘટીને ₹1,48,140 પ્રતિ કિલોગ્રામ થયા. જો કે ગુડ રિટર્ન અનુસાર આજે સોનાના ભાવમાં 1200 રૂપિયાનો વધારો નોંધાયો છે.
આજે કેમ ઘટ્યો સોનાનો ભાવ ?
આ ઘટાડો ફેડરલ રિઝર્વના ભાવિ વ્યાજ દરો અને ડોલરના મજબૂત થવા અંગેની અનિશ્ચિતતાને કારણે હોવાનું માનવામાં આવે છે. ડોલરના મજબૂત થવાથી વૈશ્વિક બજારમાં અન્ય ચલણો ધરાવતા લોકો માટે સોના અને ચાંદી વધુ મોંઘા થયા છે, જેના કારણે માંગ પર અસર પડી છે.
ડોલર મજબૂત થવાથી, સોનું અને ચાંદી નબળું ?
યુએસ ડોલર ઇન્ડેક્સ તેના ત્રણ મહિનાના ઉચ્ચતમ સ્તરની નજીક પહોંચી ગયો છે. ડોલર મજબૂત થવાથી અન્ય દેશોમાં સોનાની ખરીદી વધુ મોંઘી થઈ છે, જેના કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આ મહિને અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 3.9%નો વધારો થયો છે. નિષ્ણાતો માને છે કે વર્તમાન ઘટાડો અલ્પજીવી છે, અને જો સેન્ટ્રલ બેંકની માંગ ચાલુ રહે છે, તો આગામી અઠવાડિયામાં સોનાના ભાવ ફરી વધી શકે છે.
સોના અને ચાંદીના ભાવ કેમ ઘટી રહ્યા છે?
હાલમાં તહેવારોની સિઝન રોકાણકારોની માંગમાં વધારો અને વૈશ્વિક બજારમાં અસ્થિરતાને કારણે સોના અને ચાંદીના ભાવમાં વધારો થતો હતો. જોકે, હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. એકંદરે, ડોલરના મજબૂત થવા, ફુગાવાની અસર અને રોકાણકારોની વેચવાલી જેવા પરિબળોને કારણે સોના અને ચાંદીના બજારોમાં હળવું દબાણ જોવા મળ્યું.
મોટા શહેરોમા આજે શું છે સોનાનો ભાવ (ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| ચેન્નાઇ | 1,23,280 | ₹1,13,000 |
| મુંબઇ | ₹1,22,680 | ₹1,12,450 |
| દિલ્હી | ₹1,22,830 | ₹1,12,600
|
| કોલકાતા | ₹1,22,680 | ₹1,12,450 |
| બેંગ્લોર | ₹1,22,680 | ₹1,12,450 |
| હૈદરાબાદ | ₹1,22,680 | ₹1,12,450 |
| કેરળ | ₹1,22,680 | ₹1,12,450 |
| પુણે | ₹1,22,680 | ₹1,12,450 |
| અમદાવાદ | ₹1,22,730 | ₹1,12,500 |