સોના ચાંદીના ભાવમાં દરરોજ ફેરફાર જોવા મળેછે. ક્યારેક સોનાના ભાવમાં વધારો આવે છે તો ક્યારેક ઘટાડો. ગત સપ્તાહની તુલનાએ આજે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. દરેક શહેર મુજબ પણ સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે. ત્યારે 7 જુલાઇએ સોનાનો શું ભાવ છે. વળી ચાંદીમાં પણ અત્યારે તો ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે સોના ચાંદીનો શું છે લેટેસ્ટ ભાવ આવો જાણીએ.


[[$googlead]]

સોનાનો ભાવ

7 જુલાઇએ સોનાના ભાવની વાત કરીએ તો આજે વાયદા બજારની શરૂઆત ઘટાડા સાથે થઇ. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનુ આજે 505 રૂપિયાના ઘટાડા સાથે 96485 પર ખૂલ્યો. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પણ ઘટીને 90100 પર પહોંચ્યો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 98200 પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

[[$alsoread]]

મેટ્રો શહેરોમાં શું છે ભાવ ?

શહેરનું નામ 24 કેરેટ સોનાનો દર 

22 કેરેટ સોનાનો દર
અમદાવાદ 98,33090,150
દિલ્હી 98,440 90,250
મુંબઇ 98,290 90,100
ચેન્નાઇ 98,290 90,100
કોલકાતા 98,290 90,600

ચાંદીનો શું છે ભાવ ?

ચાંદીના વાયદાની શરૂઆત સુસ્તી સાથે થઈ. MCX પર ચાંદીનો સપ્ટેમ્બરનો બેન્ચમાર્ક કોન્ટ્રેક્ટ આજે 305 રૂપિયાના ઘટાડા સાથે 1,08,124 રૂપિયા પર ખુલ્યો. અગાઉનો બંધ ભાવ 1,08,429 રૂપિયા હતો. સમાચાર લખતી વખતે, કોન્ટ્રેક્ટ 249 રૂપિયાના ઘટાડા સાથે1,08,180 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ સમયે, તે દિવસના ઉચ્ચતમ સ્તર 1,06,260રૂપિયા અને દિવસના નીચલા સ્તર 1,08,124 રૂપિયાને સ્પર્શ્યો. ચાંદીના વાયદા આ વર્ષના ઉચ્ચતમ સ્તર1,01,078 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા હતા.

સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.

  • Follow us on: