દેશભરમાં સોના ચાંદીના ભાવમાં વધારો ઘટા઼ડો જોવા મળી રહ્યો છે. જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં મોટા નિર્ણયો લેવાયા છે.જેની સીધી અસર શેરમાર્કેટ પર જોવા મળી રહી છે. આ બેઠક બાદ દેશભરમાં સોનાની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો,. પરંતુ તે દિવસ બાદ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો. ત્યારે 8 સપ્ટેમ્બરના રોજ પણ સોનાના ભાવમાં બદલાવ આવ્યો છે.  ત્યારે આવો જાણીએ 8 સપ્ટેમ્બરના રોજ જાણીએ શું છે સોના ચાંદીનો લેટેસ્ટ રેટ..


[[$googlead]]

આજનો સોનાનો ભાવ

સોમવારે 8 સપ્ટેમ્બરે સોનાના ભાવ લીલા નિશાન પર કારોબાર કરી રહ્યો છે. ગત સપ્તાહની તુલનાએ આજે સોનાનો ભાવ 800 રૂપિયાનો વધારો થયો છે. દિલ્હી, મુંબઇ, યુપી સહિત દેશના મોટા રાજ્યોમાં સોનાનો ભાવ 1,08,000 રૂપિયાના સ્તરને પાર કરી ગયો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 99500 રૂપિયાને પાર થયો છે.

આજનો ચાંદીના ભાવ

[[$alsoread]]

ચાંદીના ભાવ 1,26,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા છે. ચાંદી આજે 1000 રૂપિયા સસ્તી થઈ ગઈ છે.

મેટ્રો શહેરોમાં શું છે સોનાનો ભાવ

શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 
22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 
1,08,400 
રૂ. 99,400
દિલ્હી રૂ. 1,08,610 રૂ. 99,590
મુંબઈ રૂ. 1,08,380 રૂ. 99,350
ચેન્નાઈ રૂ. 1,08,380 રૂ. 99,350
બેંગલુરુ રૂ. 1,08,380
 રૂ. 99,350
22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

મિસ્ડ કોલથી જાણો કિંમત

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.

કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ

સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.

આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે. લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું એ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહી છે.

  • Follow us on: