ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનાની આજથી શરૂઆત થઇ છે. ત્યારે શ્રાવણ માસના પ્રથમ દિવસે સોનાનો ભાવ લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યો છે. સોનાનો ભાવ ગઇકાલની સરખામણીએ વધ્યો છે. ત્યારે આવો જાણીએ 11 જુલાઇએ સોના અને ચાંદીના ભાવમાં શું આવ્યો છે ફેરફાર


[[$googlead]]

આજે સોનાનો ભાવ શું? 

11 જુલાઇએ સોનાના ભાવની વાત કરીએ તો, આજે સોનાના ભાવમાં વધારો થયો છે. સોનું 600 રૂપિયા વધ્યું છે. દેશના મોટા શહેરોમાં સોનાનો ભાવ 10 ગ્રામ 24 કેરેટનો 99000 રૂપિયા ચાલી રહ્યો છે. જ્યારે ચાંદીનો ભાવ 1,11,000 છે. ત્યારે આવો જાણીએ દેશના મોટા શહેરોના બુલિયન માર્કેટમાં શું છે સોના ચાંદીનો ભાવ

[[$alsoread]]

મેટ્રો શહેરમાં શું છે ભાવ? 

શહેરનું નામ 

24 કેરેટ સોનાનો દર 22 કેરેટ સોનાનો દર
અમદાવાદ 98,230 90,050
દિલ્હી 99,150 90,900 
મુંબઇ 99,000 89,990
ચેન્નાઇ 99,000 90,750
કોલકાતા 99,000 89,990

ચાંદીનો શું છે ભાવ ?

એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 1,11,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.

સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.


  • Follow us on: