ભારતીય સર્રાફા બજારમાં બુધવારે એટલે કે 6 ઑગષ્ટે સોના ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે. 24 કેરેટ 10 ગ્રામ સોનું 98 હજારને પાર પહોંચ્યુ છે જ્યારે ચાંદી પણ એક કિલોને પાર પહોંચી છે. ત્યારે આવો જાણીએ શું છે સોના ચાંદીનો આજનો લેટેસ્ટ રેટ
સોના- ચાંદીનો શું છે ભાવ ?
ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની સત્તાવાર વેબસાઇટ ibjarates.com અનુસાર સર્રાફા બજારમાં 6 ઑગષ્ટે સવારે 999 શુદ્ધતા વાળા સોનાની કિંમત 24 કેરેટ 100672 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જ્યારે 999 શુદ્ધતા વાળી ચાંદીની કિંમત 113576 રૂપિયા પ્રતિકિલો છે.
| 22-24 કેરેટ સોનીની કિંમત | શુદ્ધતા | મંગળવાર સાંજનો ભાવ | બુધવારે સવારનો ભાવ | કેટલો બદલાયો ભાવ |
| 10 ગ્રામ સોનું | 999 (24 કેરેટ) | 100076 | 100672 | 596 રૂપિયા મોંઘું |
| 995 (23 કેકેટ) | 99675 | 100269 | 594 રૂપિયા મોંઘું | |
| 916 (22 કેરેટ) | 91670 | 92216 | 546 રૂપિયા મોંઘું | |
| 750 (18 કેરેટ) | 75057 | 75504 | 447 રૂપિયા મોંઘું | |
| 585 (14 કેરેટ) | 58545 | 58893 | 348 રૂપિયા મોંઘું | |
| 1 કિલો ચાંદી | 999 | 112422 | 113576 | 1154 રૂપિયા મોંઘી |
કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ
સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.
આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે. લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું એ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહી છે.









