તહેવારોની શરૂઆત થઇ રહી છે. કરવા ચોથ નજીક છે. પછી દિવાળી આવશે.ત્યારે તહેવારોમાં સોના ચાંદીની ખરીદી વધારે જોવા મળે છે. એવામાં સોનાના ભાવમાં વધારો થવો તે ચિંતાની બાબત છે. ત્યારે 8 ઓક્ટોબરે પણ સોના ચાંદીના ભાવમાં ફેરફાર થયો છે. ત્યારે આવો જાણીએ દેશના મોટા શહેરોમાં શું છે સોનાનો લેટેસ્ટ રેટ
આજે સોનાનો ભાવ
ભારતીય રોકાણકારો દ્વારા ખરીદી અને ચાલુ વૈશ્વિક ચિંતાઓને કારણે સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની અપેક્ષાએ પણ સોનાના ભાવમાં વધારો કર્યો છે. બુધવારે ભારતીય માર્કેટમાં 24 કેરેટ સોનાની કિંમત 122000ને પાર પ્રતિ 10 ગ્રામ પહોંચી છે. ગુડ રિટર્ન મુજબ સોનાના ભાવમાં આજે 1150 રૂપિયાનો વધારો થયો છે. દેશમાં સોનોની કિંમત 1,23,170 રૂપિયા પહોંચી છે.
આજે ચાંદીની કિંમત
આજે ચાંદીની કિંમતમાં કોઇ વધારો ઘટાડો થયો નથી. ગઇકાલે એક કિલો ચાંદીનો ભાવ 1,57,000 હતો જે આજે પણ એટલો જ છે. જો કે ઓક્ટોબરમાં ચાંદીએ રોકાણકારોને સારું વળતર આપ્યું છે. ભારતમાં સોના અને ચાંદી બંનેમાંથી ઘરેણાં બનાવવામાં આવે છે. ભારતીય રોકાણકારો સોનાને સલામત શરત માને છે અને તેને ખરીદવામાં વિશ્વાસ રાખે છે.
મોટા શહેરોમાં શું છે ચાંદીનો ભાવ
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | ₹123,220 | ₹112,950 |
| વડોદરા | ₹123,220 | ₹112,950 |
| ચેન્નાઇ | ₹123,280 | ₹113,000 |
| મુંબઇ | ₹123,170 | ₹112,900 |
| દિલ્હી | ₹123,320 | ₹113,050 |
| કોલકાતા | ₹123,170 | ₹112,900 |
| બેંગ્લોર | ₹123,170 | ₹112,900 |
22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
સોનું અને ચાંદી કેમ મોંઘા થઈ રહ્યા છે?
આંતરરાષ્ટ્રીય સ્તરે સોના અને ચાંદીના ભાવ યુએસ ડોલરમાં નક્કી થાય છે. તેથી, ડોલર-રૂપિયાના વિનિમય દરમાં ફેરફારની સીધી અસર આ ધાતુઓના ભાવ પર પડે છે. જો ડોલર વધે છે અથવા રૂપિયો નબળો પડે છે, તો ભારતમાં પણ સોનાના ભાવ વધે છે.
બીજું મુખ્ય કારણ રોકાણકારો અને કેન્દ્રીય બેંકો દ્વારા મજબૂત ખરીદી છે. એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs) માં રોકાણ સતત વધી રહ્યું છે, અને કેન્દ્રીય બેંકો પણ તેમના સોનાના ભંડારમાં વધારો કરી રહી છે. આ બંને પરિબળોએ સોના અને ચાંદીની માંગમાં વધારો કર્યો છે, જેના કારણે ભાવ નવા શિખરો પર પહોંચી ગયા છે.
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.









