મહિનાની શરૂઆતમાં જ સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા અને ડોલરમાં નબળાઇ તથા યુએસમાં વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતાને પગલે ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. આ સાથે, સોનાની મજબૂત માંગ અને વૈશ્વિક અર્થતંત્ર પર યુએસ નીતિઓની અસર પણ આ વધારાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ત્યારે આજે દેશના મોટા શહેરોમાં સોના-ચાંદીના ભાવ પર નજર કરીએ તો..


[[$googlead]]

આજનો સોનાનો ભાવ

આજે બુધવાર, 3 સપ્ટેમ્બર, સોનામાં થોડો વધારો થયો છે. સોનું અત્યાર સુધીના ઉચ્ચતમ સ્તરે કારોબાર કરી રહ્યું છે. 10 ગ્રામ સોનાનો ભાવ 1,06,200 રૂપિયાથી ઉપર છે. તે જ સમયે, 22 કેરેટ સોનાનો ભાવ 97,400 રૂપિયાથી ઉપર છે. ગઈકાલની સરખામણીમાં સોનાના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે. અહીં જાણો 3 સપ્ટેમ્બર, 2025 માટે સોના અને ચાંદીના ભાવ.

[[$alsoread]]

આજનો ચાંદીનો ભાવ

ત્યારે આજે ચાંદીના ભાવની વાત કરીએ તો, એક કિલો ચાંદીનો ભાવ 1.27 લાખને પાર પહોંચ્યો છે. દિવસ જાય તેમ ચાંદીના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. આજે ચાંદીના ભાવમાં 900 રૂપિયાનો વધારો થયો છે.

મોટા શહેરોમાં શું છે સોનાનો ભાવ 

શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ રૂ.1,07,020 રૂ. 98,100
દિલ્હી રૂ.1,06,250 રૂ. 97,410
મુંબઈ રૂ. 1,06,100 રૂ. 97,260
ચેન્નાઈ રૂ. 1,06,100 રૂ. 97,260
બેંગલુરુ રૂ.1,06,100 રૂ. 97,260
22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

મિસ્ડ કોલથી જાણો કિંમત

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.

કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ

સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.

આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે. લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું એ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહી છે.

  • Follow us on: