[[$googlead]]
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી યુક્રેન વોરને લઇને રશિયાને નવી ચેતાવણી, ડોલરની તુલનામાં સતત નબળો પડતો ભારતીય રૂપિયો અને ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઘટાડા વચ્ચે આજે સોનાની ચમક તેજ થઇ છે. રોકાણકારોની નજર હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી 1 ઓગષ્ટની ટેરિફ સમય સીમા પર ટકી છે. યુએસ કોમર્સ સેક્રેટરી હોવાર્ડ લુટનિકનું કહેવુ છે કે યુરોપિયન યુનિયનની સાથે ટ્રેડ ડીલને લઇને પોઝિટીવ છે. ત્યારે આવો જાણીએ દેશના મોટા મોટા શહેરોમાં શું છે સોના ચાંદીની કિંમત..

શું છે આજે સોના ચાંદીનો ભાવ ?
બુધવારે 30 જુલાઇએ સોનાના ભાવમાં 600 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે ચાંદી પણ 1,15,900 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહી છે.

મોટા શહેરોમાં શું છે સોનાનો ભાવ

શહેર 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ રૂ. 1,00,630 રૂ. 92,250
દિલ્હી રૂ. 1,00,630 રૂ. 92,250
મુંબઈ રૂ 1,00,480 રૂ. 92,100
ચેન્નાઈ રૂ 1,00,480 રૂ. 92,100
બેંગલુરુ રૂ 1,00,480 રૂ. 92,100
કોલકાતા રૂ 1,00,480 
રૂ. 92,100
કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ 
સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.
આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે. લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું એ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહી છે.
  • Follow us on: