સોનાના ભાવમાં સતત વધારો ઘટાડો આવ્યા કરે છે. ક્યારેક ભાવ વધે છે તો ક્યારેક ભાવમાં ઘટાડો આવે છે. પરંતુ જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. જુલાઇના પહેલા દિવસે પણ ભાવમાં ઘટાડો આવ્યો પરંતુ 2 જુલાઇએથી સોનાના ભાવે સ્પીડ પકડી છે. ત્યારે સોનાનો ભાવ 3 જુલાઇએ વધી ગયો છે. ત્યારે આવો જાણીએ 3 જુલાઇએ શું છે સોનાનો ભાવ અને કેટલો થયો છે વધારો. 


[[$googlead]]

3 જુલાઇએ સોનાનો ભાવ 

આજે સતત બીજા દિવસે સોનાના ભાવમાં વધારો થયો છે. ગઈકાલની સરખામણીમાં, આજે ગુરુવાર, 3 જુલાઈના રોજ, સોનાના ભાવમાં 800 રૂપિયાનો વધારો થયો છે. બુલિયન માર્કેટમાં, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 99,400 રૂપિયા છે અને 22 કેરેટ સોનાનો ભાવ 91,200 રૂપિયાથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. દેશમાં એક કિલો ચાંદીનો ભાવ 1,11,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. આજે ચાંદી 300 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. અહીં સોના અને ચાંદીના ભાવ જાણો.

[[$alsoread]]

મેટ્રો શહેરમાં શું છે સોનાનો ભાવ


શહેરનું નામ 24 કેરેટ સોનાનો દર 22 કેરેટ સોનાનો દર
અમદાવાદ 99,380 91,100
દિલ્હી 99,480 91,200
મુંબઇ 99,330 91,050
ચેન્નાઇ 99,330 91,050
કોલકાતા 99,330 91,050
ચાંદીનો ભાવ કેટલો ?

ચાંદીનો ભાવ 3 જુલાઇના રોજ 1,11,000 પર કારોબાર કરી રહ્યો છે. ગઇકાલની તુલનાએ ચાંદીના ભાવમાં 300 રૂપિયાનો વધારો આવ્યો છે.


સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.

  • Follow us on: