લગ્ન સિઝન શરૂ થઇ ગઇ છે. સોના ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. સોનાના ભાવ વધી રહ્યા છે તો ક્યારેક ઘટી રહ્યા છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવમાં ઘટાડો આવ્યો હતો પરંતુ હવે સોનાના ભાવે રફતાર પકડી છે. દેશમાં સોના ચાંદીની કિંમતમાં તેજી જોવા મળી રહી છે. ત્યારે આવો જાણીએ 19 નવેમ્બરે શું છે સોના ચાંદીના ભાવ.
આજે સોનાનો ભાવ
19 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યે 5 ડિસેમ્બરની સમાપ્તિ તારીખ ધરાવતું સોનું MCX પર ₹1,22,762 પર ટ્રેડ થઈ રહ્યું હતું, જે પાછલા દિવસના બંધ ભાવથી આશરે ₹1200નો વધારો દર્શાવે છે. MCX સોનું શરૂઆતના વેપારમાં ₹122690 ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.
આજે ચાંદીનો ભાવ
બુધવારે MCX પર ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો. MCX પર ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹1,55,002 પર ટ્રેડ થઈ રહી હતી. ટ્રેડિંગ દિવસની શરૂઆતમાં ચાંદી ₹1,55,039 પર ખુલી હતી. પાછલા દિવસના બંધ ભાવની તુલનામાં, ચાંદીના ભાવમાં આશરે ₹360નો વધારો થયો હતો.
મેટ્રો શહેરોમાં શું છે સોનાનો ભાવ(ગુડ રિટર્ન અનુસાર)
શહેર
| 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | 1,24,910 | 1,14,500 |
ચેન્નાઇ
| 1,25,460 | 1,15,500 |
| સુરત | 1,24,910 | 1,14,500 |
મુંબઇ
| 1,24,860 | 1,14,450 |
| દિલ્હી | 1,25,010 | 1,14,600 |
| કોલકાતા | 1,24,860 | 1,14,450 |
સોનું ખરીદતી વખતે શું રાખશો ધ્યાન ?
સોનું ખરીદતી વખતે હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના હોલમાર્ક સાથે સોનું ખરીદો. આ એક આલ્ફાન્યૂમેરિક નંબર છે જે સોનાની શુદ્ધતા નક્કી કરે છે. ઉપરાંત, હંમેશા કિંમતને ક્રોસ-ચેક કરો. આજના સોનાના ભાવ પ્રતિ ગ્રામ અથવા કેરેટ દ્વારા 10 ગ્રામ જોવા માટે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન જેવી વિવિધ વેબસાઇટ્સની મુલાકાત લો.