કરવા ચોથના અવસર પર સોનું ફરી એકવાર મોંઘુ થયું છે. ભાવ વધારાનો આ સતત પાંચમો દિવસ છે. તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે, અને લોકો ઘરેણાંની ખરીદી કરી રહ્યા છે, જેના કારણે માંગમાં વધારો થયો છે. તેની સીધી અસર કિંમતો પર પડી રહી છે.

આજે સોનાનો ભાવ 

સોનાના ભાવની આજની વાત કરીએ તો, ગુડ રિટર્ન મુજબ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1860 રૂપિયા ઘટ્યો છે. જે ગઇકાલે 124000ને પાર હતા.  10 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,22,440 રૂપિયા પર પહોંચી ગયો છે. માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા જેવા મોટા શહેરોમાં પણ સોનાના ભાવમાં વધારો થયો છે.

આજે ચાંદીનો ભાવ

સ્વદેશી વાયદા બજારમાં શુક્રવારે સવારે ચાંદીના ભાવ લાલ રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા. MCX પર શરૂઆતના વેપારમાં, ચાંદીના ભાવ 0.77% અથવા ₹1,132 ઘટીને ₹1,45,192 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા હતા. જો કે ગુડ રિટર્ન મુજબ આજે ચાંદીનાભાવમાં વધારો થયો છે. ચાંદી એક કિલોના 1,70,000 પર પહોંચી છે. 


મોટા શહેરોમાં સોનાનો ભાવ (ગુડ રિટર્ન અનુસાર)


શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ ₹1,22,340 ₹112,100
વડોદરા 
₹1,22,340 ₹112,100
ચેન્નાઇ ₹122,840 
₹112,600
મુંબઇ ₹122,290 ₹112,100
દિલ્હી 
₹122,440 ₹112,200
કોલકાતા
 ₹122,290 ₹112,100
બેંગ્લોર ₹122,290 ₹112,100

22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

તહેવાર ટાણે સોનાની માગ વધી

ભારતમાં તહેવારોની મોસમ દરમિયાન ઘરેણાં ખરીદવાને એક પરંપરા માનવામાં આવે છે. કરવા ચોથથી ધનતેરસ અને દિવાળી સુધી સોના અને ચાંદીની માંગ વધે છે. આ જ કારણ છે કે ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન ભાવમાં વારંવાર વધારો થાય છે. વર્તમાન પરિસ્થિતિને જોતાં, એવો અંદાજ છે કે આ વર્ષે ધનતેરસ સુધીમાં સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. તેથી, જો તમે ખરીદીનું આયોજન કરી રહ્યા છો, તો વહેલા નિર્ણય લેવો ફાયદાકારક હોઈ શકે છે.

વૈશ્વિક બજારની અસર

માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા છે. વૈશ્વિક બજારમાં, સોનું $4,039.26 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. દરમિયાન, ચાંદી પહેલીવાર $50 પ્રતિ ઔંસના સ્તરને પાર કરી ગઈ છે, જે એક મહત્વપૂર્ણ સ્તર માનવામાં આવે છે. આ વધારા પાછળ અનેક આંતરરાષ્ટ્રીય પરિબળો જવાબદાર છે, જેમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા, ડોલર નબળો પડવો, ભૂ-રાજકીય તણાવ અને કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદી ચાલુ રાખવાનો સમાવેશ થાય છે.

2025નું પ્રદર્શન અત્યાર સુધી કેવું રહ્યું છે?

2025 ની શરૂઆતથી સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં 50% થી વધુનો વધારો થયો છે. વર્ષની શરૂઆતમાં સોનામાં રોકાણ કરનારા રોકાણકારો માટે આ એક સ્વાગત રાહત છે. ગોલ્ડ ETF માં રોકાણ વધારવાથી પણ ભાવને ટેકો મળી રહ્યો છે. 

મિસ્ડ કોલથી જાણો કિંમત

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.