ઘરેલું ફ્યૂચર માર્કેટમાં સોનાની કિંમતોમાં ફેરફાર આવ્યો છે. 22 ડિસેમ્બરે સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે. મલ્ટી કોમોડીટી એક્સચેન્જ પર 5 ફેબ્રુઆરી, 2026 એક્સપાયરી વાળા સોનાની ફ્યૂચર વાયદામાં સોમવારે 134899 રૂપિયા પર ખૂલ્યું. જ્યારે શુક્રવારે એમસીએક્સ પર સોનું 134196 પર ટ્રેડ કરીને બંધ થયું હતું.

આજે સોનાનો ભાવ 


22 ડિસેમ્બરના રોજ સવારે 9.55 કલાકે 5 ફેબ્રુઆરીની સમાપ્તિ તારીખ ધરાવતું સોનું MCX પર ₹1,35,562 પર ટ્રેડ થઈ રહ્યું હતું. આ પાછલા દિવસના બંધ ભાવથી આશરે ₹1,350નો ઉછાળો દર્શાવે છે. શરૂઆતના વેપારમાં MCX સોનું ₹1,35,698ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.


આજે ચાંદીનો ભાવ

ચાંદીના ભાવમાં વધારો થયો. આજે 10 ગ્રામ ચાંદીનો ભાવ ₹2140 પર પહોંચી ગયો, જે ગઈકાલની સરખામણીમાં ₹50 નો વધારો દર્શાવે છે. 1 કિલોગ્રામ ચાંદી માટે ₹2,14,000 પર પહોંચી ગઈ. ચાંદીના ભાવમાં આ વધારાએ રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું છે.


મોટા શહેરોમાં સોનાનો ભાવ (ગુડ રિટર્ન અનુસાર)


શહેર 22 કેરેટ સોનાનો ભાવ 24 કેરેટ સોનાનો ભાવ
દિલ્હી 1,35,430 1,24,050
મુંબઈ 1,35,280 1,24,300
અમદાવાદ 1,35,330 1,24,050
ચેન્નાઈ 1,36,150 1,24,800
કોલકાતા 1,35,280 1,24,000
લખનૌ 1,35,430
 1,24,050
જયપુર 1,35,430 1,24,150
હૈદરાબાદ 1,35,280 1,24,000
સોનાના ભાવમાં વધઘટ કેમ? 

સોનાના ભાવ હંમેશા અસ્થિર રહે છે. ભાવમાં વધઘટ ઘણા પરિબળોથી પ્રભાવિત થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ફેરફાર અનિશ્ચિત વૈશ્વિક પરિસ્થિતિઓ, રૂપિયાની મજબૂતાઈ કે નબળાઈ અને સરકારી કર નીતિઓ આ બધા સોનાના ભાવ પર સીધી અસર કરે છે. આ જ કારણ છે કે સોનાના ભાવમાં લગભગ દરરોજ વધઘટ થાય છે. જો તમે આજે 22 ડિસેમ્બર 2025ના રોજ સોનું ખરીદવાનું આયોજન કરી રહ્યા છો તો પહેલા તમારા શહેરના નવીનતમ ભાવ તપાસો. આ તમને સચોટ માહિતી જ પ્રદાન નહીં કરે પરંતુ તમારી ખરીદી પર થતા કોઈપણ નાણાકીય નુકસાનને પણ અટકાવશે.



  • Follow us on: