મહિનાની શરૂઆતમાં જ સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા અને ડોલરમાં નબળાઇ તથા યુએસમાં વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતાને પગલે ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. આ સાથે, સોનાની મજબૂત માંગ અને વૈશ્વિક અર્થતંત્ર પર યુએસ નીતિઓની અસર પણ આ વધારાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ત્યારે આજે દેશના મોટા શહેરોમાં સોના-ચાંદીના ભાવ પર નજર કરીએ તો..
આજનો સોનાનો ભાવ
આજે 10 ગ્રામ સોનું 1.08 લાખને પાર પહોંચ્યુ છે. બજાર ખૂલતાની સાથે જ સોનાનો ભાવ 1000 રૂપિયા વધ્યો છે. 29 ઓગષ્ટે સોનાનો ભાવ 1.07 લાખ રૂપિયા હતો. એટલે મહિનાની શરૂઆતમાં જ સોનાનો ભાવ રોકેટ ગતિએ વધ્યો છે. 20 માર્ચે એક તોલા સોનાનો ભાવ 91000 રૂપિયા હતો.
આજનો ચાંદીનો ભાવ
ત્યારે આજે ચાંદીના ભાવની વાત કરીએ તો, એક કિલો ચાંદીનો ભાવ 1.26 લાખને પાર પહોંચ્યો છે. દિવસ જાય તેમ ચાંદીના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. આજે ચાંદીના ભાવમાં 3 હજારનો વધારો થયો છે.
મોટા શહેરોમાં શું છે સોનાનો ભાવ
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | રૂ.1,05,930 | રૂ. 97,100 |
| દિલ્હી | રૂ.1,04,830 | રૂ. 97,200 |
| મુંબઈ | રૂ. 1,05,070 | રૂ. 97,050 |
| ચેન્નાઈ | રૂ. 1,05,340 | રૂ. 97,050 |
| બેંગલુરુ | રૂ.1,05,110 | રૂ. 97,050 |
22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.
કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ
સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.
આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે. લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું એ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહી છે.









