ભારતીય સર્રાફા બજારમાં મહિનાના છેલ્લા દિવસે સોના ચાંદીની કિંમતમાં ઘટાડો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિએશન મુજબ આજે 31 જુલાઇએ 999 ની શુદ્ધતા ધરાવતુ 24 કેરેટનું સોનું 98 હજાર પ્રતિ 10 ગ્રામને પાર પહોંચ્યુ છે. ત્યારે આવો જાણીએ શુદ્ધતાના આધારે સોના ચાંદીની કિંમતોમાં શું છે આજે ફેરફાર, આવો જાણીએ.
આજે સોનાનો ભાવ
999 શુદ્ધતા વાળુ 24 કેરેટનું સોનુ 98414 પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઇ રહ્યુ છે. 995 શુદ્ધતાવાળું સોનું 10 ગ્રામ દીઠ 98020 રૂપિયા, 916 શુદ્ધતાવાળું 22 કેરેટ સોનું આજે 10 ગ્રામ દીઠ 90147 રૂપિયા, 750 શુદ્ધતાવાળું 18 કેરેટ સોનું આજે 73811 રૂપિયા અને 585 શુદ્ધતાવાળું 14 કેરેટ સોનાનો ભાવ આજે57572 રૂપિયા છે.
આજે ચાંદીનો ભાવ
આજના ચાંદીના ભાવ 117745 રૂપિયા પ્રતિ કિલો છે, જે બુધવારે 113400 રૂપિયા હતા. તમને જણાવી દઈએ કે આ કિંમતોમાં GST ઉમેરવામાં આવતો નથી અને તમારે ઘરેણાં ખરીદવા પર મેકિંગ ચાર્જ અલગથી ચૂકવવા પડશે.
સોનુ અને ચાંદી આજે કેટલુ મોંઘુ થયુ ?
| શુદ્ધતા | બુધવારે સાંજનો રેટ | ગુરુવારે સવારનો રેટ કે | કેટલા બદલાયા ભાવ | |
| સોનું (10 ગ્રામ) | 999 | 99017 | 98414 | 603 રુપિયા સસ્તું |
| 995 | 98620 | 98020 | 600 રુપિયા સસ્તું | |
| 916 | 90700 | 90147 | 553 રુપિયા સસ્તું | |
| 750 | 74263 | 73811 | 452 રુપિયા સસ્તું | |
| 585 | 57925 | 57572 | 353 રુપિયા સસ્તું | |
| ચાંદી | 999 | 113400 | 111745 | 1655 રુપિયા સસ્તી |
કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ
સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.
આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે. લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું એ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહી છે.









