છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ક્યારેક સોનાના ભાવ વધે છે તો ક્યારેક ઘટી રહ્યા છે. જો કે હવે તો સોનાના ભાવ વધી જ રહ્યા છે. ત્યારે 8 ડિસેમ્બરની વાત કરીએ તો, સોનાના ભાવમાં ફેરફાર આવ્યો છે.

આજે સોનાનો ભાવ

સોનાના ભાવની વાત કરીએ તો, સોમવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 ફેબ્રુઆરી 2026 ની સમાપ્તિ તારીખ સાથેના સોનાના વાયદા ₹1,30,431 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યા. તેના છેલ્લા ટ્રેડિંગ દિવસે MCX પર સોનું ₹1,30,462 પર બંધ થયું હતું. 8 ડિસેમ્બરના રોજ સવારે 11 વાગ્યે 5 ફેબ્રુઆરીની સમાપ્તિ તારીખ સાથેના સોનાનો ભાવ MCX પર ₹1,30,533 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે પાછલા દિવસના બંધ ભાવથી આશરે ₹70 નો વધારો હતો. MCX સોનું શરૂઆતના વેપારમાં ₹1,30,617 ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.

આજે ચાંદીનો ભાવ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ડેટા દર્શાવે છે કે ટ્રેડિંગ સત્ર દરમિયાન ચાંદી ₹2,434 ઘટીને ₹1,80,974 થઈ ગઈ હતી. શુક્રવારે ચાંદીના ભાવ ₹1,83,408 પર બંધ થયા હતા. આજે સવારે ચાંદી ₹1,81,900 પર ખુલી હતી. સવારે 8:50 વાગ્યે, ચાંદીના ભાવ ₹1,588 ઘટીને ₹1,81,820 પર આવી ગયા હતા. ચાંદીનો આજીવન ઉચ્ચતમ ભાવ ₹1,85,234 છે, અને હાલમાં, તે લગભગ 2% ના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.


મોટા શહેરોમાં સોનાના ભાવ (ગુડ રિટર્ન અનુસાર)

શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,30,470 1,19,600
ચેન્નાઇ 1,31,350 1,20,400
સુરત 
1,30,470 1,19,600
મુંબઇ 1,30,420 1,19,550
દિલ્હી 1,30,570 1,19,700
કોલકાતા 1,30,420 1,19,550
વડોદરા 1,29,870 1,19,050


વધુ વાંચો- Rajnath Singh: નહેરુ સરકારી પૈસાથી બાબરી મસ્જિદ બનાવવા માગતા હતા, પટેલે રોક્યા...રાજનાથ સિંહનું મોટું નિવેદન




 Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.