વ્યાજદરોમાં ઘટાડાને લઇને અમેરિકી ફે઼ડરલ રિઝર્વના નિર્ણય પહેલા ભારતમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં ફેરફાર આવ્યો છે. ફેડ રિઝર્વએ 25 બેસિસ પોઇન્ટના ઘટાડાની જાહેરાત કરી અને સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી.
આજે સોનાની કિંમત
એમસીએક્સ પર 11 ડિસેમ્હરે સોનાની કિંમતોમાં 0.50 ટકાનો વધારો જોવા મળ્યો છે. સવારે 10 કલાકે એમસીએક્સ પર ફેબ્રુઆરી એક્સપાયરી વાળા ગોલ્ડ ફ્યૂચર કોન્ટ્રેક્ટ 667 રૂપિયા એટલે કે 0.51 ટકા વધીને 130463 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે.
જ્યારે MCX માર્ચ કોન્ટ્રેક્ટ ચાંદી ₹3,334 અથવા 1.9% વધીને ₹192,400 પ્રતિ કિલો થઈ ગઈ. ફેડ રેટ ઘટાડા પહેલા, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹130,320, 22 કેરેટના ₹119,460 અને 18 કેરેટના ₹97,740 હતો. આ હવે તેમના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરની નજીક છે.
આજે ચાંદીની કિંમત
ચાંદી હવે ₹2 લાખના આંકડે પહોંચવાની નજીક છે. આજે, 1 કિલો ચાંદીની કિંમત ₹199,000 છે, જ્યારે 100 ગ્રામ અને 10 ગ્રામની કિંમત અનુક્રમે ₹19,900 અને ₹1,990 છે.
મોટા શહેરોમાં શું છે સોનાનો ભાવ (ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ
| 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
અમદાવાદ
| 1,30,250 | 1,19,400 |
ચેન્નાઇ
| 1,31,460 | 1,20,500 |
| સુરત | 1,30,250 | 1,19,400 |
| મુંબઇ | 1,30,200 | 1,19,350 |
| દિલ્હી | 1,30,350 | 1,19,500 |
| કોલકાતા | 1,30,200 | 1,19,350 |
| વડોદરા | 1,30,250 | 1,19,400આ પણ વાંચો-Shani Dev: ઉતરી ગઇ શનિની સાડાસાતી, 2026માં આ રાશિના શરૂ થશે અચ્છે દિન |