સોનાના ભાવમાં રોજબરોજ ફેરફાર જોવા મળે છે. ક્યારેક સોનાના ભાવ વધે છે તો ક્યારેક સોનાના ભાવમાં ઘટાડો આવે છે. દરેક શહેર મુજબ પણ સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે. ત્યારે 5 જુલાઇએ સોનાનો શું ભાવ છે. વળી ચાંદીમાં પણ અત્યારે તો ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે સોના ચાંદીનો શું છે લેટેસ્ટ ભાવ આવો જાણીએ.
સોનાનો ભાવ
5 જુલાઇએ સોનાના ભાવની વાત કરીએ તો, બુલિયન માર્કેટમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 98,700 રૂપિયા જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 90500રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા સોનાનો ભાવ 1 લાખને પાર પહોંચ્યો હતો. જો કે જૂનના અંતિમ દિવસોમાં સોનામાં ઘટાડો થયો હતો. ત્યારે આવો જાણીએ મહાનગરોમાં શું છે આજે સોનાનો ભાવ
મેટ્રો શહેરમાં શું છે સોનાનો ભાવ?
| શહેરનું નામ | 24 કેરેટ સોનાનો દર
| 22 કેરેટ સોનાનો દર
|
| અમદાવાદ | 98,880 | 90,650 |
| દિલ્હી | 98,980 | 90,750 |
| મુંબઇ | 98,830 | 90,600 |
| ચેન્નાઇ | 98,830 | 90,600 |
| કોલકાતા | 98,830 | 90,600 |
ચાંદીનો ભાવ5 જુલાઇના રોજ ચાંદીના ભાવમાં કોઇ ફેરફાર આવ્યો નથી. આજે ચાંદી 1,10,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહ્યો છે.
સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.