[[$googlead]]
સોના અને ચાંદીના ભાવમાં ફરી ફેરફાર જોવા મળ્યા. 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 97,511 રૂપિયા પર પહોંચી ગયું, જ્યારે ચાંદી પ્રતિ કિલો 1,10,290 રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ..ત્યારે આવો જાણીએ 12 જુલાઇએ સોના અને ચાંદીના ભાવ શું છે. સોના-ચાંદીના દરો આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ અને સ્થાનિક આર્થિક પરિસ્થિતિઓથી સીધી અસર કરે છે.

શું છે આજે સોનાનો ભાવ?

ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના બુલિયન બજારમાં સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો. 99.9% શુદ્ધતાવાળું સોનું 700 રૂપિયા વધીને 99,370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું. ગુરુવારે તે 98,670 રૂપિયા પર બંધ થયું.

સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો થયો. શુક્રવારે ચાંદી 1,500 રૂપિયા વધીને 1,05,500 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ જે ગુરુવારે 1,04,000 રૂપિયા હતી.જ્યારે 99.5% શુદ્ધતાવાળું સોનું 600 રૂપિયા વધીને 98,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ (બધા કર સહિત) થયું. ગુરુવારે તે 98,200 રૂપિયા પર બંધ થયું.

શનિવાર અને રવિવારે બજાર બંધ હોવાથી, બંને દિવસે ભાવ સમાન રહેશે. બીજી તરફ ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ની વેબસાઇટ અનુસાર શુક્રવારે બજાર બંધ થયું ત્યાં સુધીમાં, 24 કેરેટ સોનું વધીને 97,511 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું, જ્યારે ચાંદીનો ભાવ વધીને રેકોર્ડ 1,10,290 રૂપિયા પ્રતિ કિલો થયો હતો.

મેટ્રો શહેરમાં શું છે ભાવ?

શહેરનું નામ 24 કેરેટ સોનાનો દર 22 કેરેટ સોનાનો દર
અમદાવાદ 99,760 91,450
દિલ્હી 99,860 91,550
મુંબઇ 99,710 91,140
ચેન્નાઇ 99,710 91,140
કોલકાતા 99,710 91,140


સોના અને ચાંદીના ભાવ કેમ વધી રહ્યા છે?
મળતી માહિતી મુજબ વૈશ્વિક વેપાર અંગે વધતી ચિંતાઓએ યુએસ ડોલરને નબળો પાડ્યો, જેના કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ વધી. કેનેડા અને અન્ય વેપાર ભાગીદારો પર ટેરિફ લાદવાની યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણીએ વૈશ્વિક જોખમ ભાવનાને નબળી પાડી છે.

  • Follow us on: