સોનાના ભાવમાં દિવસ જાય તેમ વધારો ઘટાડો નોંધાય છે. ક્યારેક ભાવ વધે છે તો ક્યારેક ઘટે છે. સોનું અત્યારે 1 લાખ સુધી પહોંચી ગયુ છે. ગઇ કાલે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે આજે પણ ઘટાડો થયો છે. 27 જુલાઇએ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આજે સોનાના ભાવમાં એક હજાર રૂપિયાનો ઘટાડો આવ્યો છે. 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 99,930 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. 22 કેરેટ સોનાનો ભાવ 91,600 રૂપિયાથી ઉપર છે. ચાંદીનો ભાવ 1,16,000 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે.
મહાનગરોમાં શું છે સોનાનો ભાવ
| શહેર | 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | રૂ. 99,980 | રૂ. 91,650 |
| દિલ્હી | રૂ. 1,00,080 | રૂ. 91,750 |
| મુંબઈ | રૂ 99,930 | રૂ. 91,600 |
| ચેન્નાઈ | રૂ. 99,930 | રૂ. 91,600 |
| કોલકાતા | રૂ. 99,930 | રૂ. 91,600 |
| બેંગલુરુ | રૂ. 99,930 | રૂ.91,600 |
ભારતમાં સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?
સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, આયાત ડ્યુટી અને કર, રૂપિયા અને ડોલર વચ્ચેના વિનિમય દર, માંગ અને પુરવઠાના સંતુલનના આધારે નક્કી થાય છે. ભારતમાં, સોનાનો ઉપયોગ ફક્ત રોકાણ માટે જ નહીં પરંતુ પરંપરાગત રીતે લગ્ન અને તહેવારોમાં પણ થાય છે, તેથી ભાવમાં ફેરફારની સીધી અસર લોકો પર પડે છે.
