ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂ. 11,193 છે, 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂ. 10,260 છે અને 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂ. 8,395 છે. મંગળવારે હાજર સોનાનો ભાવ $3,670 પ્રતિ ઔંસની આસપાસ રહ્યો. જ્યારે MCX પર સોનું એક મહિનામાં લગભગ 12 ટકાના વધારા પછી પણ તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરની આસપાસ છે.


આજે સોનાનો ભાવ શું છે?

16 સપ્ટેમ્બર, 2025 ના રોજ ભારતમાં 24 કેરેટ સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો. 24 કેરેટ સોનાના એક ગ્રામનો ભાવ હવે 11,193 રૂપિયા થઈ ગયો છે, જે ગઈકાલના 11,106 રૂપિયા કરતા 87 રૂપિયા વધુ છે. તેવી જ રીતે 8 ગ્રામ સોનાનો ભાવ 696 રૂપિયા વધીને 89,544 રૂપિયા થયો છે. 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ સોમવારે 870 રૂપિયા વધીને 1,11,930 રૂપિયા થયો હતો જે પહેલા 11,10,600 રૂપિયા હતો. જ્યારે 100 ગ્રામ સોનાનો ભાવ 8,700 રૂપિયા વધીને 11,19,300 રૂપિયા થયો છે.


મેટ્રો શહેરોમાં શું છે સોનાનો ભાવ ?


શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ રૂ. 1,11, 980 રૂ. 1,02,650
દિલ્હી રૂ.1,12,080 રૂ. 1,02,750
મુંબઈ રૂ. 1,11,930 રૂ. 1,02,600 
ચેન્નાઈ રૂ. 1,12,150 રૂ. 1,02,800
બેંગલુરુ રૂ.1,11,930 રૂ. 1,02,600
હૈદરાબાદરૂ. 1,11,930 રૂ.1,02,600 
22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

મિસ્ડ કોલથી જાણો કિંમત

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.

કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ

સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.

આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે. લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું એ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહી છે.