સોના અને ચાંદીની કિંમતોમાં અત્યારે વધારો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીના ભાવોમાં સતત ફેરફાર આવી રહ્યો છે. જીએસટી રિફોર્મ બાદ સોનાના ભાવ ઘટ્યા હતા પરંતુ તે બાદથી સોનાના ભાવમાં વધારો જ થઇ રહ્યો છે. ત્યારે 18 સપ્ટેમ્બરના રોજ પણ સોનાના ભાવમાં ફેરફાર આવ્યો છે. ત્યારે આવો જાણીએ શું છે દેશના મોટા શહેરોમાં સોના ચાંદીના ભાવ..
સોનાના ભાવમાં આવ્યો ફેરફાર
અમેરિકામાં ફેડરલ રિઝર્વએ હાલમાં જ વ્યાજદરોમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે જે બાદ આજે સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર શરૂઆતી કારોબારમાં સોનું લગભગ 0.52 ટકા ઘટીને 1,09,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો અને ચાંદી 0.76 ટકાથી ઘટીને 1,26,021 રૂપિયા કિલોગ્રામ પર કારોબાર કરી રહી હતી.
મેટ્રો શહેરોમાં શું છે સોનાનો ભાવ ?
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
અમદાવાદ
| રૂ. 1,01,950 | રૂ. 1,11,220 |
| દિલ્હી | રૂ.1,11,320 | રૂ. 1,02,050 |
| મુંબઈ | રૂ. 1,01,900 | રૂ. 1,11,170 |
| ચેન્નાઈ | રૂ. 1,01,900 | રૂ. 1,11,170 |
| બેંગલુરુ | રૂ.1,01,900 | રૂ. 1,11,17022 |
કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.
કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ
સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.
આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે. લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું એ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહી છે.