વૈશ્વિક સ્તરે ઉથલ પાથલ વચ્ચે અમેરિકી ફેડે વ્યાજદરો સ્થિર રાખવાના નિર્ણયથી ગોલ્ડને સપોર્ટ મળ્યો છે. સતત ત્રીજા દિવસે ગોલ્ડની કિંમતમાં વધારો થયો છે. જ્યારે ચાંદીની પણ ચમક વધી છે. આજે ચાંદીના ભાવમાં સામાન્ય ભાવ વધારો થયો છે. તમારા શહેરમાં સોના અને ચાંદીના ભાવમાં કેટલો માં વધારો થયો છે. આવો જાણીએ સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ.
આજે શું છે સોનાનો ભાવ ?
આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ફેરફાર થયો છે. શુક્રવાર, 20 જૂન, 2025 ના રોજ, 24 કેરેટ સોનાનો ભાવ 1,01,090 રૂપિયા / 10 ગ્રામ થયો, જે 19 જૂનના રોજ 1,00,920 રૂપિયા / 10 ગ્રામ હતો. આ ઉપરાંત, આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 92,660 રૂપિયા અને 18 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 75,820 રૂપિયા થયો.
શું છે ચાંદીનો ભાવ ?
ભારતમાં શુક્રવારે ચાંદીના ભાવમાં વધારો થયો છે. એક કિલો ચાંદીનો ભાવ 1,12,100 રૂપિયા થઇ ગયો છે જે ગુરુવારે 1,11,100 રૂપિયા હતો.
મેટ્રો શહેરમાં શું છે સોનાનો ભાવ ?
| શહેરનું નામ | 24 કેરેટ સોનાનો દર | 22 કેરેટ સોનાનો દર
|
| અમદાવાદ | 1,00,530 | 92,150 |
| દિલ્હી | 1,01,220 | 92,810 |
| મુંબઇ | 1,01,090 | 92,660 |
| ચેન્નાઇ | 1,01,090 | 92,660 |
| કોલકાતા | 1,01,090 | 92,660 |
સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.









