ગઈકાલે સોમવાર, 3 ઓગસ્ટે સોનું અને ચાંદીના ભાવમાં દિવસભર તેજી જોવા મળી હતી, પરંતુ રાત્રે અચાનક ઘટાડો નોંધાયો. તેથી આજે એટલે કે મંગળવાર, 4 ઓગસ્ટે ખરીદી કરતા પહેલા ભાવ જાણવા ખૂબ જ જરૂરી છે. ચાલો, બુલિયન માર્કેટથી લઈને આંતરરાષ્ટ્રીય બજાર સુધીના ભાવ પર એક નજર કરીએ.

આંતરરાષ્ટ્રીય બજારમાં શું છે ભાવ?

આંતરરાષ્ટ્રીય બજારના Comexમાં સોનું અને ચાંદીના ભાવમાં ફરી તેજી જોવા મળી છે. ઉપલબ્ધ આંકડા મુજબ, સોનાના ભાવમાં 0.61%નો વધારો થયો છે અને તે 4,115.40 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું છે.

બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ચાંદી 1.78% વધી અને હાલમાં 58.885 ડોલર પ્રતિ ઔંસના સ્તરે ટ્રેડ થઈ રહી છે. આ તેજીને કારણે આંતરરાષ્ટ્રીય કિંમતોનો પ્રભાવ સ્થાનિક બજારમાં પણ જોવા મળી શકે છે.

MCX પર આજે ભાવ શું છે?

ભારતના સ્થાનિક કોમોડિટી બજાર MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર પણ સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. MCX પર સોનાનો ભાવ વધીને લગભગ ₹1.43 લાખ પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી છે. MCX પર ચાંદીનો ભાવ વધીને લગભગ ₹2.19 લાખ પ્રતિ કિલોગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. સ્થાનિક બજારમાં કિંમતોમાં આવેલી આ તેજીનો મુખ્ય આધાર આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળેલા વધારા પર માનવામાં આવી રહ્યો છે.

દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાના ભાવ



શહેર
 24 કેરેટ સોનાની કિંમત 22 કેરેટ સોનાની કિંમત
દિલ્હી₹1,44,360 ₹1,32,340
મુંબઈ  ₹1,44,210 ₹1,32,190
કોલકાતા  ₹1,44,210  ₹1,32,190
ચેન્નઈ₹1,44,560₹1,32,510
અમદાવાદ  ₹1,44,260  ₹1,32,240
રાજકોટ₹1,44,050


₹13,20,500 

સોનું અને ચાંદી ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?

જો તમે સોનું ખરીદી રહ્યા હોવ તો હંમેશા હોલમાર્ક તપાસો અને 6 અંકનો HUID કોડ જોઈને જ ખરીદી કરો. ચાંદી માટે પણ BIS હોલમાર્ક હોય છે અને તેમાં 925 સ્ટર્લિંગ સિલ્વરને સૌથી સારી ગુણવત્તાનું માનવામાં આવે છે. ઉપરાંત, ખરીદી પહેલાં સોના અને ચાંદીની શુદ્ધતાની તપાસ પણ જરૂર કરાવો.

Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.