ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનાની આજથી શરૂઆત થઇ છે. ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે સોનાનો ભાવ લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યો છે. સોનાનો ભાવ આજે વધ્યો છે. દિવસ જાય તેમ સોનાના ભાવમાં વધારો થઇ રહ્યો છે. સાથે સાથે ચાંદીની કિંમત પણ ઐતિહાસિક સપાટીએ પહોંચી છે. સોના અને ચાંદીના ભાવ લોકોને સીધી રીતે અસર કરે છે. કારણે કે સોનુ અને ચાંદી ભારતીય પરંપરા મુજબ લોકો માંગલિક પ્રસંગો માટે ખરીદે છે. રોકાણ પણ લોકો કરે છે. ત્યારે આવો જાણીએ 14 જુલાઇએ શું છે સોના-ચાંદીનો ભાવ


[[$googlead]]

સોનાનો ભાવ કેટલો?

આજે ભારતમાં શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. આજે 14 જુલાઈના રોજ સોનું મોંઘુ થઈ ગયું છે. ગઈકાલના બંધ ભાવની સરખામણીમાં સોનાનો ભાવ 600 રૂપિયાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે. દેશના મોટા શહેરોમાં, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 99000 રૂપિયા છે.

[[$alsoread]]

ચાંદીનો ભાવ કેટલો ?

ચાંદીએ આજે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. સોમવાર 14 જુલાઈ 2025 ના રોજ ભારતમાં ચાંદીનો ભાવ ઇતિહાસમાં પહેલી વાર 1.15 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો. દેશમાં પ્રતિ ગ્રામ ચાંદીનો ભાવ 115 રૂપિયા નોંધાયો, જે અત્યાર સુધીનો સૌથી ઊંચો સ્તર છે. નિષ્ણાતો કહે છે કે આવનારા સમયમાં આ વધારો વધુ મજબૂત બની શકે છે.

મેટ્રો શહેરોમાં શું છે સોનાનો ભાવ?


શહેરનું નામ 24 કેરેટ સોનાનો દર 22 કેરેટ સોનાનો દર

અમદાવાદ 99,930 91,600
દિલ્હી 1,00,003 91,700
મુંબઇ 99,880 91,550
ચેન્નાઇ 99,880 91,550
કોલકાતા 99,880 91,550 

સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.

  • Follow us on: