આજે 13 જાન્યુઆરી 2026 ના રોજ આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. મકરસંક્રાંતિના એક દિવસ પહેલા જ ભાવમાં ઘટાડો રોકાણકારો માટે મોટો ઝટકો છે. ગઈકાલે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના અને ચાંદીના ભાવ નવા ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યા હતા પરંતુ આજે COMEX પર સોનાનો ભાવ ઘટીને $4,603.70 પ્રતિ ઔંસ થયો. ચાંદી પણ ઘટીને $84.105 પ્રતિ ઔંસ થઈ ગઈ. સોમવારે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (MCX) પ્રતિ દસ ગ્રામ ₹1,41,991 અને ચાંદી ₹2,68,153 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો.

આજે સોના ચાંદીનો ભાવ

આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થવા છતાં સોના અને ચાંદીના ભાવ તેમના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરની નજીક રહે છે. ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ ₹1,42,160 પર પહોંચી ગયો. વધુમાં 22 કેરેટ સોનાનો ભાવ વધીને ₹130,310 પ્રતિ 10 ગ્રામ થયો, જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ વધીને ₹106,620 પ્રતિ 10 ગ્રામ થયો. ચાંદી પણ વધીને ₹270,100 પ્રતિ કિલો થઈ ગઈ.

મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)


શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,42,580 1,30,700
રાજકોટ 1,42,580 1,30,700
વડોદરા 1,42,580 1,30,700
સુરત 1,42,580 1,30,700
મુંબઈ 1,42,530 1,30,650
દિલ્હી 1,42,680 1,30,800
કોલકાતા 1,42,150 1,30,300


ઘરેણાંની ખરીદી પર GST + મેકિંગ ચાર્જ

જ્યારે તમે ઘરેણાં ખરીદવા માટે દુકાન પર જાઓ છો, ત્યારે તમારે લાગુ GST તેમજ મેકિંગ ચાર્જ ચૂકવવો પડે છે. આ વધારાથી કિંમતમાં વધારો થાય છે. સોનાના મેકિંગ ચાર્જ વિવિધ શહેરો અને રાજ્યોમાં અલગ અલગ હોઈ શકે છે.

Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.

Chaturgrahi Rajyog 2026: મકરસંક્રાંતિ બાદ આ રાશિને મોજ, ચર્તુગ્રહી રાજયોગ કરાવશે ફાયદો જ ફાયદો