જો તમે આ તહેવારોની સિઝનમાં સોનાના ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો આ માહિતી તમારા માટે મહત્વપૂર્ણ છે. સોનાના હોલમાર્કિંગ માટેની ફી ₹45 થી વધારીને ₹75 કરવામાં આવી છે. તેની અસર અને અન્ય મહત્વપૂર્ણ વિગતો વિશે અહીં જાણો.

તહેવારોની સિઝનમાં હોલમાર્કિંગની ફીમાં વધારો 

તહેવારો અને લગ્નસરાની સિઝન પહેલાં સોનાના ઘરેણાં ખરીદવાનું આયોજન કરી રહેલા લોકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ સોનાના ઘરેણાં માટેની હોલમાર્કિંગ ફીમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે. હવે જ્વેલર્સે સોનાની એક વસ્તુના હોલમાર્કિંગ માટે ₹45ને બદલે ₹75 ચૂકવવા પડશે. 

આજે સોના ચાંદીનો શું છે ભાવ ? 

આજે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ત્રણ વર્ષના ગાળા બાદ વ્યાજદરમાં વધારો કરવાના નિર્ણય અને આગામી મહિનાઓમાં ધિરાણ ખર્ચમાં વધુ વધારો થવાના સંકેતોને પગલે આ સ્થિતિ સર્જાઈ છે. આ પગલાથી ડોલર મજબૂત બન્યો છે જેની નકારાત્મક અસર કિંમતી ધાતુઓ (બુલિયન) પર પડી છે.  કારણ કે તેના પર કોઈ વ્યાજ કે ડિવિડન્ડ મળતું નથી. MCX પર શરૂઆતી કારોબારમાં સોનાના ભાવમાં લગભગ ₹2,000નો ઘટાડો થયો હતો જ્યારે ચાંદીના ભાવમાં ₹4,500નો ઘટાડો નોંધાયો હતો.

gold buying in indiagold buying in india

MCX પર, 5 ઓક્ટોબરની ડિલિવરી માટેનું સોનું અગાઉના સત્રમાં પ્રતિ 10 ગ્રામ ₹1,52,470 પર બંધ થયું હતું, પરંતુ આજે તે ₹1,50,513 પર ખુલ્યું હતું. શરૂઆતી કારોબાર દરમિયાન તે ઘટીને ₹1,50,483 પર પહોંચ્યું હતું, જે લગભગ ₹2,000નો ઘટાડો દર્શાવે છે. સવારે 11:00 વાગ્યા સુધીમાં, તે ₹1,653ના ઘટાડા સાથે ₹1,50,817 પર ટ્રેડ થઈ રહ્યું હતું.

આજે ચાંદીની શું છે કિંમત ? 

તેવી જ રીતે, 4 ડિસેમ્બરની ડિલિવરી માટેની ચાંદી અગાઉના સત્રમાં પ્રતિ કિલોગ્રામ ₹2,34,786 પર બંધ થઈ હતી અને આજે ₹2,32,301 પર ખુલી હતી. MCX પર શરૂઆતી કારોબારમાં તે ઘટીને ₹2,30,221 પર આવી ગઈ હતી, જે ₹4,500નો ઘટાડો છે. સવારે 11:15 વાગ્યા સુધીમાં, તે ₹2,586ના ઘટાડા સાથે ₹2,32,200 પર ટ્રેડ થઈ રહી હતી.


દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાના ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)


શહેર 
24 કેરેટ સોનાની કિંમત 22 કેરેટ સોનાની કિંમત
દિલ્હી 
1,52,990 1,40,250 
મુંબઈ 1,52,840 1,40,100
કોલકાતા 1,52,840 1,40,100
ચેન્નઈ 1,52,840 1,40,100
અમદાવાદ 1,52,890 1,40,150

gold jwellery

સોનું અને ચાંદી ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?

જો તમે સોનું ખરીદી રહ્યા હોવ તો હંમેશા હોલમાર્ક તપાસો અને 6 અંકનો HUID કોડ જોઈને જ ખરીદી કરો. ચાંદી માટે પણ BIS હોલમાર્ક હોય છે અને તેમાં 925 સ્ટર્લિંગ સિલ્વરને સૌથી સારી ગુણવત્તાનું માનવામાં આવે છે. ઉપરાંત, ખરીદી પહેલાં સોના અને ચાંદીની શુદ્ધતાની તપાસ પણ જરૂર કરાવો.

  • ઘરેણાં પર BIS સ્ટાન્ડર્ડ માર્ક (ચિહ્ન) જુઓ
  • સોનાની શુદ્ધતા અથવા ફાઈનનેસ (fineness) નંબર તપાસો.
  • 6-અંકનો HUID નંબર તપાસવાની ખાતરી કરો.
  • તમે HUID નો ઉપયોગ કરીને હોલમાર્ક સંબંધિત વિગતોની ચકાસણી કરી શકો છો.
  • BIS અનુસાર, સોનાના ઘરેણાં 14K (585), 18K (750), 20K (833), 22K (916), 23K (958) અને 24KS (995) જેવા ગ્રેડમાં હોલમાર્ક કરવામાં આવે છે.

આ પણ વાંચો:100% US Tariff on India: થાય તે કરી લે અમેરિકા, ભારત.... ઝૂકશે નહી, 100 ટકા ટેરિફ લૉ અંગે ભારતની પ્રતિક્રિયા