[[$googlead]]

સોનાના ભાવમાં વધારો ઘટાડો થઇ છે. કોઇવાર વધી રહેલા ગ્લોબલ ટ્રેડ ટેરિફને કારણે સોનાનો ભાવ વધી રહ્યો છે તો કોઇ વાર સોનાના ભાવ ઘટી રહ્યા છે. ત્યારે શુક્રવારની તુલનામાં આજે 24 કેરેટ સોનાના ભાવમાં ફેરફાર આવ્યો છે.  ત્યારે આવો જાણીએ શું છે દેશના મોટાશહેરોમાં સોનાનો ભાવ

આજે સોનાનો ભાવ

[[$alsoread]]

સોમવાર 11 ઓગસ્ટના રોજ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ગયા અઠવાડિયાના શુક્રવારની સરખામણીમાં સોનાના ભાવમાં 300 રૂપિયાનો ઘટાડો થયો છે. દિલ્હી, યુપી, રાજસ્થાન, બિહાર જેવા રાજ્યોમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,02,200 રૂપિયાથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.

આજે ચાંદીનો ભાવ ?

દેશના મોટા રાજ્યોમાં 1 કિલો ચાંદીનો ભાવ 1,17,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. ગયા શુક્રવારની સરખામણીમાં આજે ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે

મેટ્રો શહેરોમાં શું છે સોનાનો ભાવ


શહેર24 કેરેટ પ્રતિ 10 ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ રૂ. 1,02,330 રૂ. 93,800
દિલ્હી રૂ. 1,02,430 રૂ. 93,900
મુંબઈ રૂ 1,02,280 રૂ. 93,750
ચેન્નાઈ રૂ. 1,02,280 રૂ. 93,750
બેંગલુરુ 
રૂ 1,02,280 રૂ. 93,750
કોલકાતા રૂ 1,02,280 રૂ. 93,750

જાણો 22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે?

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

મિસ્ડ કોલથી જાણો કિંમત

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.

કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ

સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.

આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે. લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું એ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહી છે. 

  • Follow us on: