મહિનાની શરૂઆતમાં જ સોનાના ભાવમાં ઉછાળો આવ્યો હતો. . વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા અને ડોલરમાં નબળાઇ તથા યુએસમાં વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતાને પગલે ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. પરંતુ ત્યારબાદ જીએસટી દરોમાં ફેરફારને કારણે સોનાના ભાવ ઘટ્યા હતા. જો કે તે બાદ સોનાના ભાવ સતત વધી રહ્યા છે. ત્યારે આજે પણ સોનાના ભાવમાં ફેરફાર થયો છે. ત્યારે આવો જાણીએ દેશમાં સોના  સોના ચાંદીનો ભાવ..

સોનાનો આજનો ભાવ

છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને તે સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. જોકે ઇન્ડિયન બુલિયન એસોસિએશન (IBA) અનુસાર આજે 11 સપ્ટેમ્બર, 2025 ના રોજ, દેશમાં 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,09,420 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે. બુધવારે એક દિવસ પહેલા તેની કિંમત 1,09,440 રૂપિયા હતી. એટલે કે, લગભગ 20 રૂપિયાનો થોડો ઘટાડો થયો છે.

તાજેતરમાં સોનું 1,08,000 રૂપિયાના સ્તરને પાર કરી ગયું હતું અને ત્યારબાદ તે 1,09,400 રૂપિયા સુધી પહોંચી ગયું છે. ભૂ-રાજકીય તણાવને કારણે, રોકાણકારો સોનાને સલામત વિકલ્પ માને છે. યુએસ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં સંભવિત ઘટાડાની અપેક્ષાએ પણ સોનાના ભાવને ટેકો આપ્યો છે.

 ચાંદીનો શું છે ભાવ 

ઇન્ડિયન બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, આજે ચાંદી 1,25,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે, જ્યારે એક દિવસ પહેલા તેની કિંમત 1,24,250 રૂપિયા પ્રતિ કિલો હતી

મેટ્રો શહેરોમાં શું છે સોનાનો ભાવ ?


શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ રૂ 1,10,560 રૂ. 1,01,350
દિલ્હી રૂ.1,09,040 રૂ. 1,01,450
મુંબઈ રૂ. 1,09,230 રૂ. 1,01,300
ચેન્નાઈ રૂ.1,09,540 રૂ.1,01,300
કોલકાતા રૂ. 1,09,080 રૂ. 1,01,300

કેમ સોનાની કિંમતમાં ફેરફાર કેમ ?

સોનાના ભાવમાં વધારાનું કારણ વૈશ્વિક સ્તરે જોવા મળેલા તાજેતરના તણાવ છે. પછી ભલે તે કતાર અને ઇઝરાયલ વિશે હોય કે યુક્રેન અને રશિયા વિશે હોય... આનાથી રોકાણકારોમાં સુરક્ષિત રોકાણ માટે સોનાનું આકર્ષણ વધ્યું છે. આ સાથે યુએસ ફેડ દ્વારા વ્યાજ દરમાં સંભવિત ઘટાડાની અસર પણ તેના પર જોવા મળી રહી છે.

સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે અને તેના માટે ઘણા પરિબળો જવાબદાર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ યુએસ ડોલરમાં નક્કી થાય છે. જો ડોલરનો ભાવ વધે છે અથવા રૂપિયો નબળો પડે છે, તો ભારતમાં સોનાનો ભાવ વધે છે. ભારતમાં મોટાભાગનું સોનું આયાત કરવામાં આવે છે. આવી સ્થિતિમાં કસ્ટમ ડ્યુટી, GST અને અન્ય સ્થાનિક કર સોનાના ભાવને અસર કરે છે.

 આ ઉપરાંત, વૈશ્વિક બજારમાં ઉથલપાથલ (જેમ કે યુદ્ધ, આર્થિક મંદી અથવા વ્યાજ દરમાં ફેરફાર) ની સીધી અસર સોનાના ભાવ પર પડે છે. જ્યારે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધે છે, ત્યારે રોકાણકારો શેર અથવા અન્ય અસ્થિર સંપત્તિઓને બદલે સોના જેવા સલામત વિકલ્પો પસંદ કરે છે.

22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

મિસ્ડ કોલથી જાણો કિંમત

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.

કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ

સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.

આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે. લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું એ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા