લગ્ન સિઝનની શરૂઆત થઇ ગઇ છે. સોના ચાંદીના ભાવ પણ વધ ઘટ થઇ રહ્યા છે. જો કે સોનામાં હમણાથી ભાવમાં ઘટાડો આવ્યો છે પરંતુ સોનાના ભાવ એક લાખને પાર જ છે. ચાંદી પણ દોઢ લાખ સુધી પહોંચી ગઇ છે. ત્યારે આવો જાણીએ સોના ચાંદીના ભાવને લઇને શું છે આજે અપડેટ, તે વિશે જાણીએ.
આજે સોનાનો ભાવ(MCX અનુસાર)
7 નવેમ્બરના રોજ સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ૫ ડિસેમ્બરની સમાપ્તિ તારીખવાળા સોનાના વાયદા રૂ. 120839 (પ્રતિ 10 ગ્રામ) પર ખુલ્યા હતા. છેલ્લા ટ્રેડિંગ દિવસે, MCX પર સોનું રૂ. 1, 20,613 પર બંધ થયું હતું.
7 નવેમ્બરના રોજ સવારે 10 વાગ્યે, 5 ડિસેમ્બરની સમાપ્તિ તારીખવાળા સોનાનો ભાવ રૂ. 1,20,935 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે પાછલા દિવસના બંધ ભાવ કરતાં આશરે રૂ. 320નો વધારો દર્શાવે છે. MCX સોનું શરૂઆતના વેપારમાં રૂ.1,20,949 ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.
આજે ચાંદીનો ભાવ (MCX અનુસાર)
શુક્રવારે MCX એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો. આ લખાય છે ત્યારે MCX પર ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹148,210 પર ટ્રેડ થઈ રહી હતી. ટ્રેડિંગ દિવસે ચાંદી ₹147,309 પર ખુલી હતી. પાછલા દિવસના બંધ ભાવની તુલનામાં, ચાંદીના ભાવમાં આશરે ₹1,100નો વધારો થયો હતો.
મોટા શહેરોમાં સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | 1,22,070 | 1,11,900 |
| સુરત | 1,22,070 | 1,11,900 |
| ચેન્નાઇ | 1,22,950 | 1,12,700 |
| મુંબઇ | 1,22,020 | 1,11,850 |
| દિલ્હી | 1,22,170 | 1,12,200 |
| કોલકાતા | 1,22,020 | 1,11,850 |
| વડોદરા | 1,22,070 | 1,11,900 |