ભારતમાં મધ્યપૂર્વ યુદ્ધની આંશિક અસર ધીમે ધીમે જોવા મળી રહી છે. ક્રૂડ ઓઇલ અને સોનાના ભાવમાં વધઘટ થઈ રહી છે. જયારે બજારમાં પણ અનિશ્ચિતતાનો માહોલ છે. વૈશ્વિક સ્તરે યુદ્ધ અને વાટાઘાટોની અનિશ્ચિતા વચ્ચે દેશમાં સોનાના ભાવ પર શું અસર કરી રહ્યા છે તે જોઈએ. આજે 1 મે, 2026 સુધીમાં, ભારતમાં સોનાના ભાવ મજબૂત રહ્યા છે.
જાણો આજના સોના-ચાંદીના ભાવ
પશ્ચિમ એશિયામાં બજારની અનિશ્ચિતતા અને ભૂ-રાજકીય તણાવને કારણે, અઠવાડિયાના પ્રારંભમાં એક મહિનાના નીચલા સ્તરથી ભાવમાં થોડો સુધારો જોવા મળ્યો. આજના મહત્વની ધાતુના છૂટક આંકડાઓ અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ આશરે ₹15,067 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹13,811 ની નજીક છે. સ્થાનિક બુલિયન બજારમાં, ચાંદી પ્રતિ કિલોગ્રામ આશરે ₹2,49,900 ની આસપાસ છે. સ્થાનિક કરવેરા, લોજિસ્ટિક્સ અને વિવિધ છૂટક પ્રીમિયમને કારણે પ્રાદેશિક કિમંતમાં વિસંગતતાઓ જોવા મળી. જેની સોના-ચાંદીના ભાવ પર અસર દેખાઈ.
મધ્યપૂર્વ યુદ્ધના માહોલ છતાં સોનું ખરીદવાનો ક્રેઝ
યુદ્ધના માહોલ વચ્ચે લોકોમાં સોનામાં રોકાણ કરવાનું વલણ વધ્યું છે. મોંઘવારી છતાં લોકો ઓછી પણ સોનાની ખરીદી કરી રહ્યા છે. છૂટક ગ્રાહકો નોંધ લે છે કે ઝવેરીઓ બિલમાં મેકિંગ ચાર્જ, ટેક્સ અને GST ઉમેરે છે, જેનાથી યુનિટની અંતિમ કિંમત વધી શકે છે. વર્ષની શરૂઆતથી જ લખનૌમાં સોનાના ભાવમાં સ્થિર વલણ જોવા મળી રહ્યું છે. લખનૌમાં સોનાની માંગ વધી રહી છે, જેમાં મોટાભાગની માંગ ઘરેણાંની છે અને સોનાના બિસ્કિટ અને સોનાના સિક્કાની ઓછી છે. 1 મે 2026 ના રોજ ભારતના મુખ્ય શહેરોમાં સોનાના નવીનતમ ભાવો આ મુજબ છે.
દેશના મોટા શહેરમાં આજનો સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ
| શહેર | 22-કેરેટ સોનાનો ભાવ | 24-કેરેટ સોનાનો ભાવ |
| દિલ્હી | ₹ 1,38,527 | ₹ 1,51,120 |
| મુંબઈ | ₹ 1,38,765 | ₹ 1,51,380 |
| કોલકાતા | ₹ 1,38,582 | ₹ 1,51,180 |
| ચેન્નાઈ | ₹ 1,39,168 | ₹ 1,51,820 |
| બેંગલુરુ | ₹ 1,38,875 | ₹ 1,51,500 |
| હૈદરાબાદ | ₹ 1,38,985 | ₹ 1,51,620 |
| પુણે | ₹1,46,210 | ₹ 1,46,210 |
| અમદાવાદ | ₹ 1,38,948 | ₹ 151,580 |
| લખનો | ₹1,39,100 | ₹1,46,060 |
ચાંદીના ભાવ - 1 મે
મુંબઈમાં ચાંદી 999 ફાઈન રેટ — ₹ 244,340/1 કિલો, નવી દિલ્હીમાં ચાંદી 999 ફાઈન રેટ — ₹ 243,920/1 કિલો, અમદાવાદમાં ચાંદી 999 ફાઈન રેટ — ₹ 244,670/1 કિલો, બેંગલુરુમાં ચાંદી 999 ફાઈન રેટ — ₹ 244,540/1 કિલો, કોલકાતામાં ચાંદી 999 ફાઈન રેટ — ₹ 244,020/1 કિલો, હૈદરાબાદમાં ચાંદી 999 ફાઈન રેટ — ₹ 244,730/1 કિલો, ચેન્નાઈમાં ચાંદી 999 ફાઈન રેટ — ₹ 245,060/1 કિલો જયારે લખનૌમાં ₹2,55,000 પ્રતિ કિલોગ્રામ આજનો ભાવ છે.
MCX ના ડેટા અનુસાર, 28 ફેબ્રુઆરીએ યુએસ-ઈરાન યુદ્ધ શરૂ થયું ત્યારથી ઘરેલુ સ્પોટ ગોલ્ડના ભાવમાં 5% થી વધુનો ઘટાડો થયો છે. ત્યારથી કિંમતો અસ્થિર રહી છે, કારણ કે યુએસ અને ઈરાન યુદ્ધને સમાપ્ત કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.