Gold Silver Price Today: સોના ચાંદીના ભાવમાં રોજબરોજ ફેરફાર જોવા મળે છે. કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે સોના ચાંદીની કિંમતમાં વધારો ઘટા઼ડો થઇ રહ્યો છે. ત્યારે આવો જાણીએ 11 સપ્ટેમ્બરના રોજ શું છે સોના અને ચાંદીનો ભાવ.
આજે સોના અને ચાંદીનો શું છે ભાવ ?
શુક્રવારે સવારે સ્થાનિક ફ્યુચર્સ માર્કેટમાં સોના અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. MCX પર, ઓક્ટોબર ડિલિવરી માટેના સોનાના ફ્યુચર્સ ₹684 (0.45%) ઘટીને પ્રતિ 10 ગ્રામ દીઠ ₹1,51,657 પર ટ્રેડ થયા હતા. બીજી તરફ, ડિસેમ્બર ડિલિવરી માટેના ચાંદીના ફ્યુચર્સ ₹1,731 (0.74%) ઘટીને પ્રતિ કિલોગ્રામ દીઠ ₹2,32,368 પર ટ્રેડ થયા હતા. સવારના કારોબાર દરમિયાન, સોનું ₹1,51,800 ની ઊંચી સપાટી અને ₹1,50,695 ની નીચી સપાટીએ પહોંચ્યું હતું. બીજી બાજુ, ચાંદીએ ₹2,32,650 ની ઊંચી સપાટી અને ₹2,30,270 ની નીચી સપાટી નોંધાવી હતી.
આજે ચાંદીનો ભાવ ?
11 સપ્ટેમ્બરના રોજ ચાંદીનો ભાવ વધીને ₹2,55,100 પ્રતિ કિલોગ્રામ થયો હતો. તેના એક દિવસ અગાઉ, દિલ્હીના બુલિયન માર્કેટમાં સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં ચાંદી મોંઘી થઈ હતી. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં 2.17 ટકાનો ઘટાડો થયો હતો અને તે $63 પ્રતિ ઔંસના ભાવે ટ્રેડ થઈ રહી હતી.
દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાના ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)
| શહેર | 24 કેરેટ સોનાની કિંમત
| 22 કેરેટ સોનાની કિંમત
|
| દિલ્હી | 1,53,040 | 1,40,300 |
| મુંબઈ | 1,52,890 | 1,40,150 |
| કોલકાતા | 1,52,890 | 1,40,150 |
| ચેન્નઈ | 1,52,890 | 1,40,150 |
| અમદાવાદ | 1,52,940 | 1,40,200 |
| રાજકોટ | 1,52,940 | 1,40,200 |
સોનું અને ચાંદી ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?
જો તમે સોનું ખરીદી રહ્યા હોવ તો હંમેશા હોલમાર્ક તપાસો અને 6 અંકનો HUID કોડ જોઈને જ ખરીદી કરો. ચાંદી માટે પણ BIS હોલમાર્ક હોય છે અને તેમાં 925 સ્ટર્લિંગ સિલ્વરને સૌથી સારી ગુણવત્તાનું માનવામાં આવે છે. ઉપરાંત, ખરીદી પહેલાં સોના અને ચાંદીની શુદ્ધતાની તપાસ પણ જરૂર કરાવો.
આ પણ વાંચો: BRICS Summit Delhi Live: ભારત મંડપમમાં આજે પુતિન, તો કાલે જિનપિંગને મળશે PM Modi