સોના ચાંદીના ભાવમાં સતત વધઘટ આવતી રહે છે. ક્યારેક ભાવ આસમાને પહોંચે છે તો ક્યારેક એકદમ જ ભાવ ઘટી જાય છે. તેવામાં 31 ડિસેમ્બરના રોજ પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. વર્ષના છેલ્લા દિવસે સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો આવ્યો છે.
આજે સોના અને ચાંદીનો ભાવ
31 ડિસેમ્બરે ચાંદીનો ભાવ ઘટીને 2 લાખ 32 હજાર રૂપિયા પહોંચ્યો છે. 1 કિલો ચાંદીના ભાવમાં 15હજારનો ઘટાડો આવ્યો છે. જ્યારે 10 ગ્રામ સોનાના ભાવ 1 લાખને 36 હજાર પહોંચ્યો છે. કોમોડિટી એક્સચેન્જમાં ચાંદીમાં વેચવાલી આવી છે. વેચાણના સોદાઓ થતા નીચલી સર્કિટ લાગી છે.
મોટા શહેરોમાં સોનાનો ભાવ (ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | 1,35,930 | ₹124,600 |
| બેંગ્લોર | ₹1,35,880 | ₹1,24,550 |
| ચેન્નાઇ | ₹1,36,910 | ₹125,500 |
| મુંબઇ | ₹1,35,880 | ₹124,550 |
| દિલ્હી | ₹1,36,030 | ₹124,700 |
| કોલકાતા | ₹1,35,880 | ₹1,24,550 |
વડોદરા
| ₹1,35,930 | ₹124,600 |
સોના-ચાંદીના ભાવમાં અવિતર તેજી ચાલુ નિષ્ણાતો માને છે કે વધતી ઔદ્યોગિક માંગ, ભૂ-રાજકીય તણાવ અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાનો સંભવિત પ્રભાવ ચાંદીના ભાવમાં ફાળો આપી રહ્યો છે. દરમિયાન, ચાંદીના ઉપ-ઉત્પાદનો, તાંબુ અને અન્ય ઔદ્યોગિક ધાતુઓના ભાવ પણ ચાંદીના ભાવ પર અસર કરી રહ્યા છે.