છેલ્લા સાત દિવસથી સોનાના ભાવ વધી રહ્યા હતા, પરંતુ આજે તે અટકી ગયા હતા. આંતરરાષ્ટ્રીય બજારોમાં વધતી જતી ભૂ-રાજકીય અનિશ્ચિતતા અને યુએસમાં વેપાર અંગે વધતી ચિંતા વચ્ચે સોના અને ચાંદીના ભાવ સતત વધી રહ્યા હતા. આજે ગુરુવાર, 26 ફેબ્રુઆરી સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે.


આજે સોનાનો ભાવ શું છે?

MCXમાં આજે 24 કેરેટ સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થયો છે. સોનાની 24 કેરેટ 10 ગ્રામની કિંમત  ₹1,65,000 પહોંચ્યો છે.  ગઈકાલે, 24 કેરેટ સોનાનો ભાવ ₹1,61,890 હતો. દરમિયાન, 22 કેરેટ સોનાનો ભાવ ₹1,48,200 પ્રતિ 10 ગ્રામ છે, જે બુધવારની સરખામણીમાં ₹200 નો ઘટાડો છે. એક દિવસ પહેલા, 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹1,48,400 હતો. 

 છેલ્લા 7 દિવસમાં કેટલો વધ્યો સોનાનો ભાવ ? 

ગુડરિટર્ન્સના મતે, ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ બુધવારે પ્રતિ ગ્રામ આશરે ₹11 વધીને ₹16189 રૂપિયા થયો છે. છેલ્લા સાત દિવસમાં, ૨૪ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ આશરે ₹705 રૂપિયા વધ્યો છે, એટલે કે આ સમયગાળા દરમિયાન 100 ગ્રામનો ભાવ આશરે ₹70500  રૂપિયા વધ્યો છે. તેવી જ રીતે, બુધવારે, ભારતમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 10 રૂપિયા વધીને ₹14840 રૂપિયા પ્રતિ ગ્રામ થયો છે, અને 18 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹8 વધીને ₹12142 રૂપિયા થયો છે.

મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)

શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,61,730 1,48,250
રાજકોટ 1,61,730 1,48,250
વડોદરા 1,61,730 1,48,250
સુરત 1,61,730 1,48,250
દિલ્હી 1,61,830 1,48,350
મુંબઈ 1,61, 680 1,48,820

આજે ચાંદીનો ભાવ 

આજે 26 ફેબ્રુઆરીએ ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો હતો. એમસીએક્સ પર ચાંદીના ભાવમાં 3400 રૂપિયાનો ઘટાડો થયો છે.  મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીના ભાવ 1-1.2 ટકા ઘટ્યા હતા. દિલ્હી, મુંબઈ અને કોલકાતા જેવા મુખ્ય શહેરોમાં, આજે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹264900 છે, જે ગઈકાલની સરખામણીમાં પ્રતિ કિલોગ્રામ ₹100 સુધીનો ઘટાડો દર્શાવે છે


Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત માહિતીના હેતુ માટે છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે બજારમાં રોકાણ કરવું બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. sandesh digital ક્યારેય અહીં રોકાણ કરવાની ભલામણ કરતું નથી.)

  • Follow us on: