સોમવાર 10 ઓગસ્ટ, 2026ના રોજ સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. તહેવારોની મોસમ પહેલા ખરીદીમાં વધારો અને વૈશ્વિક બજારોમાં મજબૂતાઈને કારણે સ્થાનિક બુલિયન બજારમાં તેજી ફરી આવી છે.

આજે સોનાનો ભાવ

MCX પર સવારે 10.43 કલાકે ઓક્ટોબર 2026 ડિલિવરી વાળુ સોનુ 320 રૂપિયા વધીને એટલે કે 0.21 ટકા વધીને 152140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરતા જોવા મળ્યું. જ્યારે કારોબાર દરમિયાન તેણે 152299 રૂપિયાનું હાઇ લેવલ સ્તર પર પહોંચ્યો હતો. 

આજે ચાંદીનો ભાવ 

સોનાની તુલનામાં ચાંદીમાં વધુ તીવ્ર ઉછાળો જોવા મળ્યો. સપ્ટેમ્બર 2026 ડિલિવરી માટે ચાંદી ₹1993  (0.86%) વધીને ₹233459 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ, જેમાં ઇન્ટ્રાડે ભાવ ₹234185 ને સ્પર્શ્યા. આ અગાઉના સત્રની તુલનામાં નોંધપાત્ર વધારો માનવામાં આવે છે, જે સ્પષ્ટપણે બજારમાં ખરીદીના વલણનો સંકેત આપે છે.

ગુડરિટર્ન્સ અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ આશરે ₹15,197 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ આશરે ₹13,930 છે. દરમિયાન, ચાંદી પ્રતિ કિલોગ્રામ આશરે ₹2.45 લાખના ભાવે વેચાઈ રહી છે.

દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાના ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)

શહેર 24 કેરેટ સોનાની કિંમત 22 કેરેટ સોનાની કિંમત
દિલ્હી 1,52,120 1,39,450
મુંબઈ 
1,51,970 1,39,300
કોલકાતા 1,51,970 1,39,300
ચેન્નઈ 1,52,180 1,39,500
અમદાવાદ 1,52,020 1,39,350
રાજકોટ 1,52,020 1,39,350


સોનું અને ચાંદી ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું?

જો તમે સોનું ખરીદી રહ્યા હોવ તો હંમેશા હોલમાર્ક તપાસો અને 6 અંકનો HUID કોડ જોઈને જ ખરીદી કરો. ચાંદી માટે પણ BIS હોલમાર્ક હોય છે અને તેમાં 925 સ્ટર્લિંગ સિલ્વરને સૌથી સારી ગુણવત્તાનું માનવામાં આવે છે. ઉપરાંત, ખરીદી પહેલાં સોના અને ચાંદીની શુદ્ધતાની તપાસ પણ જરૂર કરાવો.


Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.


આ પણ વાંચો: Shani Transit: શનિ દેવ ચાલશે ગજબની ચાલ, 20 ઑગષ્ટથી 4 રાશિનું ચમકશે નસીબ