એક તરફ દેશમાં ઓગષ્ટની શરૂઆત થતા કોમર્શિયલ એલપીજી અને સિલેન્ડરવા ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે તો બીજી તરફ સોના ચાંદીના ભાવમાં પણ ફેરફાર આવ્યો છે. ત્યારે જો તમે સોનું ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોવ તો તમારા માટે સારા ન્યૂઝ છે. કારણ કે 2 ઓગષ્ટ 2025ના રોજ સોના ચાંદીની કિંમતમાં ઘટાડો થયો છે.
આજે સોનાનો ભાવ
શનિવાર 2 ઓગસ્ટના રોજ સોનું સસ્તું થયું છે. જો તમે સોના કે ચાંદીના ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા છો તો આજે સોનું અને ચાંદી બંને સસ્તું થયું છે. ગઈકાલની સરખામણીમાં આજે 10 ગ્રામ સોનું 250 રૂપિયા સસ્તું થયું છે. 24 કેરેટ સોનાનો ભાવ 99,000 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 91,400 રૂપિયાની આસપાસ છે.
આજનો ચાંદીનો ભાવ
જો આપણે ચાંદીની વાત કરીએ તો આજે તેનો ભાવ 1,12,900 રૂપિયા પ્રતિ કિલો છે. ચાંદી પણ આજે 2000 રૂપિયા સસ્તી થઈ ગઈ છે. અહીં 2 ઓગસ્ટ 2025 માટે સોના અને ચાંદીના ભાવ જાણો.
મેટ્રો શહેરોમાં શું છે સોનાનો ભાવ
| શહેર | 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | રૂ. 1,01,400 | રૂ. 92,950 |
| દિલ્હી | રૂ. 99,960 | રૂ. 91,640 |
| મુંબઈ | રૂ 99,960 | રૂ. 91,490 |
| ચેન્નાઈ | રૂ 99,810 | રૂ. 91,490 |
| બેંગલુરુ | રૂ 99,960 | રૂ. 91,490 |
| કોલકાતા | રૂ 99,960 | રૂ. 91,490 |
કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ
સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.
આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે. લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું એ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહી છે.