છેલ્લા એક અઠવાડિયાથી સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સાપ્તાહિક ધોરણે, 24 કેરેટ સોનાના ભાવમાં રૂ.5,680 નો ભારે ઉછાળો આવ્યો છે, જ્યારે 22 કેરેટ સોનું પણ રૂ.5,200 મોંઘું થયું છે. વૈશ્વિક બજારોમાં સોનાની વધતી માગ અને અમેરિકન ડોલરની નબળાઈને કારણે ભારતીય બુલિયન માર્કેટમાં પણ આ તેજીની અસર જોવા મળી રહી છે. દિલ્હી સહિત દેશના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદી બંનેના દરોમાં વધારો નોંધાયો છે.
આજનો સોનાનો ભાવ શું?
દેશની રાજધાની દિલ્હીના સોના-ચાંદી બજારમાં આજે 24 કેરેટ ગોલ્ડના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાનું ભાવ હવે રૂ. 1,25,230 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગયું છે. બીજી તરફ, 22 કેરેટ સોનાનું આજનું ભાવ રૂ. 1,14,800 પ્રતિ 10 ગ્રામ નોંધાયું છે.
મેટ્રો શહેરોમાં શું છે ભાવ ?
| શહેર
| 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
|
| ચેન્નાઈ | રૂ.1,25,080 | રૂ.1,14,650 |
| મુંબઈ | રૂ.1,25,080 | રૂ.1,14,650 |
| દિલ્હી | રૂ 1,25,230 | રૂ.1,14,800 |
| કોલકાતા | રૂ.1,25,080 | રૂ.1,14,650 |
| જયપુર | રૂ.1,25,230 | રૂ.1,14,800 |
| હૈદરાબાદ | રૂ.1,19,400 | રૂ.1,08,640 |
| ભોપાલ | રૂ.1,25,130 | રૂ.1,14,700 |
| અમદાવાદ | રૂ.1,25,130 | રૂ.1,14,700 |
ચાંદીની કિંમત
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં ચાંદી પ્રતિ કિલોગ્રામ રૂ.25,000 જેટલી મોંઘી થઈ છે. 12 ઓક્ટોબર, 2025ના રોજ ચાંદીની કિંમત રૂ.1,80,000 પ્રતિ કિલોગ્રામ નોંધાઈ છે. નોંધનીય છે કે, માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ ચાંદીના ભાવમાં લગભગ 19.4% નો વધારો થયો હતો. 60-70% જેટલી ઔદ્યોગિક માગને કારણે ચાંદી રોકાણ માટે હંમેશા આકર્ષક વિકલ્પ માનવામાં આવે છે.
ચાંદીના ભાવમાં વધારો
ચાંદી માત્ર એક આકર્ષક રોકાણ વિકલ્પ નથી, પરંતુ તેની ઔદ્યોગિક માંગ પણ મજબૂત છે. કુલ માંગમાં ઔદ્યોગિક વપરાશનો હિસ્સો 60-70 ટકા છે, જે તેને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. નિષ્ણાતો માને છે કે વૈશ્વિક આર્થિક પરિસ્થિતિઓ અને ઔદ્યોગિક ઉપયોગોની વધતી માંગને કારણે ચાંદીના ભાવમાં વધારો ચાલુ રહી શકે છે. રોકાણકારો તેને સલામત અને નફાકારક વિકલ્પ માની રહ્યા છે.
Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.