સોના ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. રોજબરોજ સોના ચાંદીના ભાવમાં બદલાવ આવી રહ્યો છે. ક્યારેક સોનામાં ભાવ વધે છે તો ક્યારેક ચાંદીના ભાવ વધે છે. ત્યારે અત્યાર સુધી સોનાના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો હતો તેની પર આજે બ્રેકલાગી છે. કારણ કે સોનાના ભાવમાં આજે વધારો નોંધાયો છે. ત્યારે આવો જાણીએ દેશના મોટા શહેરોમાં આજે શું છે સોના-ચાંદીની કિંમત..


[[$googlead]]

આજે સોનાનો ભાવ શું છે?

આજે સોનાના ભાવમાં 1 હજાર રૂપિયાનો વધારો થયો છે. શરાફા બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 98500 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 90,300 રૂપિયા પર ટ્રેડ થઇ રહ્યો છે.

[[$alsoread]]

ચાંદીનો ભાવ આજે શું? 

છેલ્લા ઘણા દિવસોથી ચાંદીનો ભાવ આસમાને પહોંચ્યો હતો. ચાંદીના ભાવમાં તેજી પર બ્રેક લાગી છે. ગઇકાલની તુલનામાં આજે ચાંદી 200 રૂપિયા સસ્તી થઇ છે. આજનો ચાંદીનો ભાવ 1,08,900 રૂપિયા પ્રતિકિલો કારોબાર કરી રહ્યો છે. એક્સપર્ટનું કહેવુ છે કે દિવાળી સુધી ચાંદીનો ભાવ 1,20, 000 સુધી પહોંચી જશે.

મેટ્રો શહેરમાં શું છે સોનાનો ભાવ


શહેરનું નામ 22 કેરેટ સોનાનો દર 24 કેરેટ સોનાનો દર
અમદાવાદ 91,050 99,330
દિલ્હી 90,360 98,560
ચેન્નાઇ 90,210 97,570
કોલકાતા 90,210 97,570
મુંબઇ 90,210 97,570

સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.


  • Follow us on: