સોના ચાંદીના ભાવમાં રોજબરોજ વધઘટ રહે છે. ક્યારેક ભાવ વધે છે તો ક્યારેક ભાવમાં ઘટાડો થાય છે. અત્યારે સોનાનો જોઇએ તો એક લાખની નજીક પહોંચી ગયો છે. જો કે તેમ છતાં 1 લાખ સુધી પહોંચે ત્યાં સોનાના ભાવમાં વધઘટ ચાલતી રહે છે. આજે સોનાનો ભાવ સતત ચોથા દિવસે ઘટ્યો છે.
મોટા શહેરોમાં સોનાનો ભાવ 97 હજારને આસપાસ પહોંચી ગયો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 89400 રૂપિયે પહોંચ્યો છે. જ્યારે ચાંદીના ભાવે તો સપાટી વટાવી દીધી છે, હાલ ચાંદીનો ભાવ પીક છે. ત્યારે આવો જાણીએ મેટ્રો શહેરોમાં આજે શું છે સોનાનો ભાવ
સોનાના ભાવમાં ઘટાડો કેમ?
મહત્વનું છે કે સોનાના ભાવ ઘટવાનુ કારણ એ છે કે જ્વેલર્સ અને જથ્થાબંધ વેપારી સોનુ વેચી રહ્યા છે. જ્યારે બજારમાં ખરીદી ઓછી હોય છે ત્યારે વેપારી પોતાના પાસે રાખેલુ સોનુ વેચે છે. જેથી કિંમત ઘટવા લાગે છે. સાથે જ અમેરિકા અને ચીનની વચ્ચે ચાલી રહેલુ ટ્રેડ વોર શાંત પડ્યુ છે. જેનાથી લોકો સોનામાં પૈસા લગાવવાથી પીછે હઠ કરે છે. જેનાથી સોનાની માગ ઘટતા કિંમતોમાં ઘટાડો થયો છે.
મેટ્રો શહેરમાં શું છે સોનાનો ભાવ
| શહેરનું નામ | 22 કેરેટ સોનાનો દર | 24 કેરેટ સોનાનો દર |
| અમદાવાદ | 90,250 | 98,450 |
| દિલ્હી | 89,590 | 97,720 |
| ચેન્નાઇ | 89,440 | 97,570 |
| કોલકાતા | 89,440 | 97,570 |
| મુંબઇ | 89,440 | 97,570 |
ચાંદીનો શું છે ભાવ
આજે એક કિલો ચાંદીનો ભાવ 1,09,100 રૂપિયા સુધી પહોંચી છે. આજે ચાંદીના ભાવમાં લગભગ 1 હજાર રૂપિયા સુધીનો વધારો થયો છે. જ્યાં સોનાના ભાવ ઘટી રહ્યા છે ત્યાં ચાંદીના ભાવ ઊંચાઇ પર પહોંચ્યા છે. એક્સપર્ટનું માનવુ છે કે ચાંદીના ભાવ દિવાળી સુધીમાં તો હજુ વધશે.
