સોના અને ચાંદીની કિંમતોમાં છેલ્લા ઘણા સમયથી ઘટાડો નોંધાઇ રહ્યો છે. તેના ઘણા કારણો છે જેમ કે મજબૂત યુએસ ડોલર, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો ન કરવો તથા શેરબજારમાં તેજીને કારણે રોકાણકારો તે તરફ વળ્યા છે. ત્યારે 20 જૂને સોના ચાંદીના ભાવમાં શું બદલાવ આવ્યો છે તે વિશે જાણીએ.


20 જૂને સોના ચાંદીનો ભાવ 

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ છે. આ અઠવાડિયામાં ફક્ત પાંચ ટ્રેડિંગ દિવસોમાં MCX થી લઈને સ્થાનિક બજાર સુધીના બજારોમાં બંને કિંમતી ધાતુઓ નોંધપાત્ર રીતે સસ્તી થઈ ગઈ છે. આ અઠવાડિયામાં સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, ચાંદીના વાયદાના ભાવમાં માત્ર પાંચ ટ્રેડિંગ દિવસોમાં પ્રતિ કિલોગ્રામ ₹13,000 થી વધુનો ઘટાડો થયો હતો. સોનાના ભાવમાં પણ ઘટાડો થયો હતો, જે ₹3,000 પ્રતિ 10 ગ્રામથી વધુ સસ્તો થયો હતો. 

ચાંદીના ભાવ કેટલા ઘટ્યા ? 

  • કોમોડિટી બજારમાં ચાંદીના ભાવમાં થયેલા ઘટાડા પર નજર કરીએ. શુક્રવારે એટલે કે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે  ચાંદીના ભાવમાં ઘટાડો થયો.  કિંમતી ધાતુ 2.04% (₹4,836 નો ઘટાડો) ઘટીને પ્રતિ કિલોગ્રામ ₹2,32,726 ના સ્તરે સ્થિર થઈ.
  • જ્યારે હવે  MCXમાં  ચાંદીના ભાવ પર નજર કરીએ તો 3  જુલાઈના રોજ સમાપ્ત થતા ચાંદીના વાયદાના ભાવ ગયા શુક્રવારે ટ્રેડિંગ બંધ થયા ત્યારે પ્રતિ કિલોગ્રામ ₹246186  હતા. વર્તમાન દરો સાથે સરખામણી કરીએ તો, 1 કિલો ચાંદીના ભાવમાં માત્ર પાંચ દિવસમાં ₹13460 નો ઘટાડો થયો છે.
  • હવે સ્થાનિક બજારની વાત કરીએ તો ચાંદીના ભાવ નોંધપાત્ર રીતે સસ્તા થયા છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) ની વેબસાઇટ (IBJA.com) પર અપડેટેડ દરો અનુસાર, શુક્રવાર, 12 જૂનની સાંજે 1 કિલો ચાંદીનો ભાવ ₹242582પર બંધ થયો હતો. 19 જૂનના રોજ ટ્રેડિંગ બંધ થયા સુધીમાં, ભાવ ઘટીને પ્રતિ કિલોગ્રામ ₹231973  થયો હતો. આનો અર્થ એ થયો કે કિંમતી ધાતુ પ્રતિ કિલોગ્રામ ₹10609 સસ્તી થઈ ગઈ.

સોનાના ભાવ કેટલા ઘટ્યા ? 

 છેલ્લા પાંચ દિવસમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. MCX પર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹1,50,528 થી ઘટીને ₹1,47,239 થયો છે, જે પ્રતિ 10 ગ્રામ ₹3,289 નો ઘટાડો દર્શાવે છે. ગયા શુક્રવારે ફક્ત સોનાના વાયદામાં ₹2,070 અથવા 1.39%નો ઘટાડો થયો હતો.

સ્થાનિક બજાર ભાવોની વાત કરીએ તો, 12 જૂને 24 કેરેટ સોનાના 10 ગ્રામ ₹1,47,800 પર બંધ થયા હતા પરંતુ ગયા શુક્રવાર સુધીમાં તે ઘટીને ₹1,44,970 પ્રતિ 10 ગ્રામ થઈ ગયા.

  •  22-કેરેટ સોનું (₹1,41,490 પ્રતિ 10 ગ્રામ)
  • 20-કેરેટ સોનું (₹1,29,020 પ્રતિ 10 ગ્રામ)
  • 18-કેરેટ સોનું (₹1,17,430 પ્રતિ 10 ગ્રામ)
  • 14-કેરેટ સોનું (₹93,510 પ્રતિ 10 ગ્રામ)

મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)


શહેર 24 કેરેટ સોનાની કિંમત ( રૂપિયા/10 ગ્રામ) 22 કેરેટ સોનાની કિંમત( રૂપિયા/10 ગ્રામ)
દિલ્હી 1,46,230 1,34,050 
મુંબઈ 1,45,080 1,33,900  
કોલકાતા 1,46,080 1,33,900
ચેન્નઈ 1,48,037 1,36,000 
અમદાવાદ 1,46,130 1,33,950   
વડોદરા 1,46,130 1,33,950  
રાજકોટ 1,46,130 1,33,950   


  • Follow us on: