અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષને મળેલી મોટી હારની સીધી અસર કોમોડિટી માર્કેટ (વસ્તુ બજાર) પર જોવા મળી છે. સોના અને ચાંદીના વૈશ્વિક ભાવમાં તેજી જોવા મળી છે. આ સાથે જ, સ્થાનિક બજારમાં પણ ધનતેરસના એક દિવસ પહેલા સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે.
સ્થાનિક બજારમાં પણ તેજી
સ્થાનિક બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે. આજે સોનાના ભાવમાં વધારો થયો છે અને તે પ્રતિ 10 ગ્રામ આશરે ₹1.45 લાખના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે. બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી છે અને તે પ્રતિ કિલોગ્રામ આશરે ₹1.45 લાખના ભાવે ટ્રેડ થઈ રહી છે.
MCX પર સોનું કેટલું મોંઘું થયું?
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, ડિસેમ્બર ડિલિવરી માટેના સોનાના ભાવમાં ₹2,500નો વધારો થયો છે, જેનાથી તેનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹145,525 પર પહોંચી ગયો છે. બીજી તરફ, ચાંદીના ભાવમાં ₹2,751નો વધારો નોંધાયો છે, જેના પગલે તેનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹191,088 થયો છે.
ધનતેરસના એક દિવસ પહેલાં ચાંદી મોંઘી થઈ
ધનતેરસના એક દિવસ પહેલાં, આજે સોનું અને ચાંદી ફરી મોંઘા થયા છે. 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ આશરે ₹145,860 ના ભાવે વેચાઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ ₹133705 ની આસપાસ છે. આ ઉપરાંત, 18 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ લગભગ ₹109395 ના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે. બુલિયન માર્કેટમાં, ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ આશરે ₹191080 રહ્યો છે.
મોટા શહેરમાં શું છે સોના ચાંદીનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)
શહેર | 24 કેરેટ સોનાની કિંમત | 22 કેરેટ સોનાની કિંમત |
| દિલ્હી | 1,46,170 | 1,34,000 |
| મુંબઈ | 1,46,020 | 1,33,850 |
| કોલકાતા | 1,46,020 | 1,33,850 |
| ચેન્નઈ | 1,46,020 | 1,33,850 |
| અમદાવાદ | 1,46,070 | 1,33,900 |
| સુરત | 1,46,070 | 1,33,900 |
