[[$googlead]]
સોના અને ચાંદીની કિંમતોમાં અત્યારે વધારો જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદીના ભાવોમાં સતત ફેરફારઆવી રહ્યો છે. જીએસટી રિફોર્મ બાદ સોનાના ભાવ ઘટ્યા હતા પરંતુ તે બાદથી સોનાના ભાવમાં વધારો જ થઇ રહ્યો છે. ત્યારે 12 સપ્ટેમ્બરના રોજ પણ સોનાના ભાવમાં ફેરફાર આવ્યો છે. ત્યારે આવો જાણીએ શું છે દેશના મોટા શહેરોમાં સોના ચાંદીના ભાવ..

આજે શું છે સોનાનો ભાવ

સોના અને ચાંદીના ભાવને હાલમાં વૈશ્વિક સ્તરે સારો ટેકો મળી રહ્યો છે. પરિણામે સોનાના ભાવ સતત વધી રહ્યા છે. આજે એટલે કે 12 સપ્ટેમ્બર 2025 ના રોજ સોના અને ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. 24 કેરેટ 10 ગ્રામ સોનું 600 રૂપિયાના વધારા સાથે 110,010 રૂપિયા પર પહોંચી ગયું છે.

આજે શું છે ચાંદીનો ભાવ

ચાંદીમાં પણ રેકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે. 1 કિલો ચાંદીનો ભાવ 14,00 રૂપિયા પ્રતિ કિલોના વધારા સાથે 128,210 રૂપિયા પર પહોંચી ગયો છે.

મેટ્રો શહેરોમાં શું છે સોનાનો ભાવ ?



શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ રૂ 1,11,330
 રૂ. 1,02,050
દિલ્હી રૂ.1,11,143 રૂ. 1,01,215
મુંબઈ રૂ. 1,11,280 રૂ. 1,02,000
ચેન્નાઈ રૂ. 1,11,171 રૂ.1,02,400
કોલકાતા રૂ. 1,11,280 રૂ. 1,02,000
કેમ સોનાની કિંમતમાં ફેરફાર કેમ ?
સોનાના ભાવમાં વધારાનું કારણ વૈશ્વિક સ્તરે જોવા મળેલા તાજેતરના તણાવ છે. પછી ભલે તે કતાર અને ઇઝરાયલ વિશે હોય કે યુક્રેન અને રશિયા વિશે હોય... આનાથી રોકાણકારોમાં સુરક્ષિત રોકાણ માટે સોનાનું આકર્ષણ વધ્યું છે. આ સાથે યુએસ ફેડ દ્વારા વ્યાજ દરમાં સંભવિત ઘટાડાની અસર પણ તેના પર જોવા મળી રહી છે.
સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે અને તેના માટે ઘણા પરિબળો જવાબદાર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ યુએસ ડોલરમાં નક્કી થાય છે. જો ડોલરનો ભાવ વધે છે અથવા રૂપિયો નબળો પડે છે, તો ભારતમાં સોનાનો ભાવ વધે છે. ભારતમાં મોટાભાગનું સોનું આયાત કરવામાં આવે છે. આવી સ્થિતિમાં કસ્ટમ ડ્યુટી, GST અને અન્ય સ્થાનિક કર સોનાના ભાવને અસર કરે છે.
 આ ઉપરાંત, વૈશ્વિક બજારમાં ઉથલપાથલ (જેમ કે યુદ્ધ, આર્થિક મંદી અથવા વ્યાજ દરમાં ફેરફાર) ની સીધી અસર સોનાના ભાવ પર પડે છે. જ્યારે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા વધે છે, ત્યારે રોકાણકારો શેર અથવા અન્ય અસ્થિર સંપત્તિઓને બદલે સોના જેવા સલામત વિકલ્પો પસંદ કરે છે.
22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.
કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ
સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.
આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે. લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું એ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા

  • Follow us on: