સોના ચાંદીના ભાવમાં રોજબરોજ ફેરફાર જોવા મળે છે. ક્યારેક સોનાના ભાવ વધે છે તો ક્યારેક ભાવમાં ઘટાડો થાય છે. ત્યારે ગઇકાલની વાત કરીતો, 12 જૂને સોનાના ભાવ વધ્યા હતા. ત્યારે આજે શું છે સોના ચાંદીના લેટેસ્ટ ભાવ તે વિશે જાણીએ.
સોનાનો ભાવ
આજે સોનાના ભાવમાં 800 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. સર્રાફા બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 24 કેરેટનો ભાવ 99400 પર પહોંચ્યો છે જ્યારે ચાંદીનો ભાવ 91100 પર પહોંચ્યો છે. જો કે વિવિધ શહેરોમાં સોનાનો ભાવ થોડો વધઘટ જોવા મળે છે. પરંતુ સોનુ એક લાખની નજીક પહોંચી ગયુ છે તેમ કહેવુ ખોટુ નહી.
ચાંદીનો ભાવ
આજે એક કિલો ચાંદીનો ભાવ શું છે તે અંગે વાત કરીએ તો, આજે 100 રૂપિયાનો ઘટાડો થયો છે. ગઇકાલે ચાંદીનો ભાવ 1,08,900 રૂપિયા થયો હતો જે આજે 100 રૂપિયા ઘટીને 1,08,800 રૂપિયા થઇ ગયો છે. એક્સપર્ટનું કહેવુ છે કે દિવાળી સુધી ચાંદીનો ભાવ 1,20 હજાર સુધી પહોંચી શકે છે.
મેટ્રો શહેરમાં શું છે સોનાનો ભાવ
| શહેરનું નામ | 22 કેરેટ સોનાનો દર | 24 કેરેટ સોનાનો દર |
| અમદાવાદ | 93,000 | 1,01,450 |
| દિલ્હી | 91,160 | 94,440 |
| ચેન્નાઇ | 91,010 | 99,290 |
| કોલકાતા | 91,010 | 99,290 |
| મુંબઇ | 91,010 | 99,290
|
સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.









